•   

    ૧:૦૯ - સુવિચાર

    • મનુષ્યનું જન્મ વખતે જેટલું વજન હોય છે, તેટલું જ વજન તેના મૃત્યુ વખતે તેની રાખનું હોય છે. કુદરત આગળ હિસાબ બધો સરખો જ હોય છે. જે કુદરત જન્મ વખતે આપે છે મૃત્યુ વખતે પાછો લઈ લે છે. હિસાબ કિતાબ સરખો કરી લે છે. 
  •   

    ૧:૦૬ - સુવિચાર

    ધર્મ એ મૃત્યુની કલા છે.

  •   

    ૧:૦૨ - સુવિચાર

    રાત આખી જમીન પર વરસ્યો મેહ, 

    માટી તો ભીંજાઈ ગઈ, પત્થર એના એહ. 

  •   

    ૧:૬૨ - સુવિચાર

    • “આત્મા અમર છે એવી મોટી મોટી વાતો તમારા મૃત્યુના ડરને છૂપાવે છે.”
    • કેટલા આવ્યા ને કેટલા ચાલ્યા ગયા જગ મહીં
  •   

    ૧:૬૫ - સુવિચાર

    • કર્મ ત્રણ જાતના હોય છે – “એક કર્મ એવું કે પેપર ઉપર ધૂળ લાગેલ હોય તેવું.” જે પેપર ઉપાડતાં જ ખરી પડે
  •   

    ૧:૬૭ - સુવિચાર

    • સંસારમાં શ્રીમંત અને ગરીબ બંને ભિખારી છે.
  •   

    ૧:૭૦ - સુવિચાર

    • પુનરાવર્તન બહુ કર્યા
      પરિવર્તન કરવાની જરૂર છે.
      જીવનમાં વાંચન કરવું સારું
      જીવનમાં ચિંતન કરવું બહુ સારું
      જીવનમાં મનન કરવું ઉત્તમ
      જીવનમાં ઉતારવું અતિ ઉત્તમ.
  •   

    ૧:૭૪ - સુવિચાર

    • પુરુષને પરાજિત કરવો હોય તો તેના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો તેની પ્રશંસા કરો.
    • તમે ત્યાગી ન થાવ તો વાંધો નહીં
  •   

    ૧:૭૬ - સુવિચાર

    • નૃત્ય કરતાં કરતાં નૃત્યકાર થઈ જવાય
      લખતાં લખતાં લેખક થઈ જવાય
  •   

    ૧:૭૯ - સુવિચાર

    • જીતવું હોય તો જીતજે ચાર કષાય ને એક મન
      જન્મારો જતો રહેશે નહીં કામ આવે ધન
  •   

    ૧:૮૭ - સુવિચાર

    • જીવન જાણ્યું કે મૃત્યુ મટી ગયું
      મૃત્યુ જાણ્યું કે જીવન શરૂ થયું
  •   

    ૧:૮૯ - સુવિચાર

    • અહંકાર વિલીન થાય છે ત્યારે કશામાં પરિણમતો નથી, કારણ કે એ કેવળ અજ્ઞાન હતું. એની પરિણતિનો કોઈ પ્રશ્ન જ નથી. એ એક માત્ર ભ્રમ હોય છે. જેમ કોઈ અંધકારમાં દોરડાને સાપ સમજી બેસે અને પ્રકાશમાં જુએ છે કે એ એક દોરડું હતું, સાપ હતો જ નહિ. બસ ભ્રમ તૂટે છે. આવી રીતે અહંકાર એક ભ્રમ છે. જયારે એ વિલીન થઈ જાય છે ત્યારે સત્ય સમજાઈ જાય છે.
  •   

    ૧:૯૨ - સુવિચાર

    • “સત્ય કહી શકાતું નથી અને કહી શકાય છે એ સત્ય હોતું નથી” સત્ય એક અહેસાસ છે. જેમ ફૂલની સુગંધ કહી ન શકાય પણ અહેસાસ છે.
  •   

    ૧:૧૧ - સુવિચાર

    • ચાહ ગઈ ચિંતા ગઈ મનવા હુઆ બેપરવાહ, જિસે કુછ ન ચાહીએ તો શહેનશાહ કા શહેનશાહ.
    • જ્ઞાની થવું સહેલું છે
  •   

    ૧:૨૧ - સુવિચાર

    એક સંત આગળ જઈને એક યુવાને પૂછ્યું, ગુરુદેવ જયારે

    Allopathy 

    Homeopathy

    કે Naturopathy

    કામ ન આવે ત્યારે કઈ દવા કામ આવે? ગુરુદેવે જવાબ આપ્યો કે Sympathy દવાનું કામ આપે.

  •   

    ૧:૨૩ - સુવિચાર

    • દુનિયામાં બે વસ્તુ ઈશ્વર રાજા હોય કે રંક બંનેને સરખી આપે છે. એ છે જન્મ વખતે બાળકનું વજન અને મૃત્યુ વખતે તે જ વ્યક્તિની રાખનું વજન. બંને સરખા હોય છે. જન્મતી વખતે જે વજન કુદરત આપણને આપે છે એટલું જ વજન મૃત્યુ વખતે આપણી પાસેથી લઈ લે છે. 
  •   

    ૧:૨૫ - સુવિચાર

    • તૂફાન સે હમ ડરતે નહીં 

    ક્યોંકિ ઝૂકના હમને સીખ લિયા હૈ. 

  •   

    ૧:૨૯ - સુવિચાર

    • શાસ્ત્રોની લંબાઈ પહોળાઈ બતાવે તે ગણિતજ્ઞ.
      શાસ્ત્રોની વાતો બતાવે તે પંડિત,
      શાસ્ત્રોની ઉંડાઈ બતાવે તે સાધુ.
      શાસ્ત્રોની ખૂબી બતાવે તે સંત.
  •   

    ૧:૩૧ - સુવિચાર

    • બુદ્ધ વો હૈ જો શુદ્ધ હૈ
      શુદ્ધ વો હૈ જો સરલ હૈ
      સરલ વો હૈ જો નિર્મલ હૈ
      નિર્મલ વો હૈ જો સંત હૈ
      સંત વો હૈ જો વસંત હૈ
  •   

    ૧:૩૫ - સુવિચાર

    • આકર નાના જાકર નહાના

    બીચમે દો ઘડીકા નાટક દેખ કર જાના.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC