૧: ૨૧ - સુવિચાર

એક સંત આગળ જઈને એક યુવાને પૂછ્યું, ગુરુદેવ જયારે

Allopathy 

Homeopathy

કે Naturopathy

કામ ન આવે ત્યારે કઈ દવા કામ આવે? ગુરુદેવે જવાબ આપ્યો કે Sympathy દવાનું કામ આપે.

જનની જણ તો ભક્તજન યા દાતા યા શૂર

નહીં તો રહેજે વાંઝણી મત ગવાઈએ નૂર.

જિંદગીમાં આપણે બીજાની ખામી જ જોઈએ છીએ અને આપણે આપણી ખૂબી બતાવીએ છીએ. જ્યારે જીવનમાં આપણે બીજાની ખૂબી જોતા શીખીશું અને આપણી ખામી જોતાં થઈ જઈશું તે દિવસે જીવન ધન્ય થઈ જશે.

આગમ વાંચવા સહેલા છે .

લખવા કઠિન છે

જીવનમાં ઉતારવા અતિ કઠિન છે.

તનને તપથી તપાવજો

મનથી સંસારનું મમત્વ ઘટાડજો

દાનથી હાથ લંબાવજો

આજ નહીં તો કાલ મોક્ષ પામશો.

જ્યારે જ્ઞાનથી મુક્ત થઈએ છીએ ત્યારે જ્ઞાનની શરૂઆત થાય છે. પદથી મુક્ત થઈએ છીએ ત્યારે સાચા ઈશ્વરની મહાસત્તાના ભાગીદાર થઈએ છીએ.