•   

    ૧:૦૪ - આત્મવ્યથા

    આવ્યો છું પ્રભુ શરણ તારે, સ્વીકારી લે તું ચરણ તારે

    મોહમાયામાં હું લપેટાયો, રાત કે દિવસ યાદ ન આવ્યો.. (1)

  •   

    ૨:૧૯ - જિંદગી પરછાઇ કેરી

    આ જિંદગી પરછાઇ કેરી, બહુ સુંદર દેખાય છે
    આગળ તો ક્યારેક પાછળ, વચ્ચે થોભી પણ જાય છે...

  •   

    ૧:૭૩ - કાવ્ય:“ક્યાં ગોતું તને?”

    પ્રભુ ગોતતો હતો તને ગગનની ગહેરાઈમાં

    મળી ગયો તું તો વરસતા વરસાદની ધારમાં

    દેખાય છે તું તો બાળકના આંગળીના ટેરવા પર

    જ્યારે ફરે છે એ “મા”ના ગુલાબી ગાલો પર

  •   

    ૧:૧૨ - શાયરી

    જ્યોત બૂઝાયા પછી કોડિયાને કોણ પૂછે છે?

    શ્વાસ તૂટ્યા પછી લાશને કોણ પૂછે છે ?

  •   

    ૧:૧૪ - કાવ્ય

    ગુરુ તારા ગુણ મારે કઈ રીતે ગાવા

    ગુરુ તારા ગુણ મારે કઈ રીતે ગાવા

    મોટું નાનું ને વાતડી મોટી

    પગલી નાની ને પંથ છે લાંબો... ગુરુ તારા

  •   

    ૧:૧૬ - કાવ્ય:"પાંચકડા"

    આજના યુગમાં આપણે હરીફાઈમાં એટલા બધા આગળ વધી ગયા છીએ કે આપણે ભગવાન સામે પણ હરીફાઈ કરવા તૈયાર થઈ જઈએ છીએ પણ ભગવાનની સામે છેલ્લે આપણી હાર જ થાય છે. કાળા માથાનો માનવી ભલે ગમે તેટલી મહેનત કરે પણ છેલ્લે તો એ હારવાનો જ છે. કદાચ ભગવાન એક બાળકની જીદ પૂરી કરવા થોડી વાર હા માં હા કરે પણ છેલ્લે એક દાવ એવો ખેલે છે કે માણસના હાથ નીચે પડે છે. પ્રભુ તો પાચકડાની રમત રમાડે છે. બસ આ ખેલ હવે કાવ્યના રૂપમાં રજૂ કરું છું.

  •   

    ૧:૨૬ - શ્રદ્ધા (શાયરી)

    નથી મારી શ્રદ્ધા મૃગજળ જેવી

    કે વાદળનું અંધારું મીટાવી શકે

  •   

    ૧:૫૨ - કાવ્યઃ “મા”

    ટૂંઢતો હતો ભગવાન પર્યાય તારા નામનો

    જોઈ મુખ મારી “મા” તણું મળી ગયો પર્યાય તારા નામનો.

  •   

    ૨:૧૫ - હવે કશું ન થાય

    મારુંમારું કરી હું મર્યો હાથ ન લાગ્યું કાંઇ
    મોત આવી આંગણ ઊભું હવે કશું ન થાય
    માયા કેરી આ નગરીમાં હું અટવાયો હવે શું થાય

  •   

    ૨:૧૪ - સાધુવ્યથા

    ભૂલો પડી ભગવાન એક દી તું આવજે
    જોઇ દશા અમારી કંઇક રસ્તો બતાવજે...

  •   

    ૨:૦૯ - જિંદગી એક ખેલ છે

    જિંદગી એ તો બાવન પતાંની પ્રભુ તારી રમત છે પ્યારી
    કોને કેવા પતાં આપવા એ તારી ગમત છે ન્યારી

  •   

    ૨:૦૭ - શાંતિની શોધ

    ‘‘કોરોના’’નો કેર નથી, કેર છે આ બધી મહાસત્તાઓનો,
    કીડો ખદબદે છે અંદર, બની મહાસત્તા બધા પર રાજ કરવાનો.

  •   

    ૨:૦૪ - ઇતિહાસનાં પાનાં

    મારું જ લખેલું ક્યારેક મને જ બહુ ગમે છે
    હૃદયના મારા જ ભાવો શબ્દોમાં ઊતરે છે...
     

  •   

    ૨:૦૩ - આપણે સૌ સાથે રહીને માણીએ...

    આ વાત મારી છે, આ વાત તમારી છે
    આ વાત આપણી છે
    એક ફૂલ તમારું એક ફૂલ મારું છે
     

  •   

    ૨:૫૨ - શાયરી

    ન હમ સંતોકી મહેફિલ મેં આતે
    ન રંગ લગતા શ્વેત ચાદર પર
    આખિર વોહી હોના, આખરી મંજિલ પર
    કફન બન કર હમારી શોભતી સ્મશાન યાત્રા પર

  •   

    ૨:૭૭ - કાવ્ય

    મારા શબ્દો તમારા શબ્દો દુનિયાના શબ્દો
    લગાવ્યા કુંભારના ચાકડા પર ફરે ગોળગોળ
    ફરતાંફરતાં બની ગયા કોઇ કાવ્ય કોઇ લેખ
    કુંભાર જેવા, કલાકાર સંતોએ મારી મેખ

  •   

    ૨:૭૮ - શાયરી

    ઇન્સાન બનકર કે ઇસ જગતમેં આયા
    ઇન્સાનિયત કો હી મૈં ભૂલ ગયા

  •   

    ૨:૭૯ -કાવ્ય

    જીવનની ઝરમરને કલમની સાહીથી લખી છે
    માનવજીવનની અવનવી વાતોને અહીં રંગી છે
    ઇન્દ્રધનુષ્યના રંગો ભલે ના પૂરી શકું
    અવનવા અનુભવોના રંગોને મિલાવી તો શકું

  •   

    ૨:૮૦ - શાયરી

    મશગૂલ હતો સંસારના જામ પીવામાં
    ગ્લાસ છૂટ્યો હાથથી અને બધું ઢોળાયું પલકમાં
    સમયના વહેણમાં વર્ષો વીતી ગયાં

  •   

    ૨:૮૨ - શાયરી

    ‘‘યહ ગુલશન હૈ યહાં હજારો ફૂલ ખીલતે હૈ
    શામ હોતે હી સબ મુરઝા જાતે હૈ



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC