૧: ૧૪ - કાવ્ય

ગુરુ તારા ગુણ મારે કઈ રીતે ગાવા

ગુરુ તારા ગુણ મારે કઈ રીતે ગાવા

મોટું નાનું ને વાતડી મોટી

પગલી નાની ને પંથ છે લાંબો... ગુરુ તારા

 

પંખ નાના ને ઉડાન મોટી

ચકલી નાની ને ફફળાટી મોટી.. ગુરુ

 

રાત થોડી ને વેશ છે ઝાઝા

સમય થોડો ને ગુણ ગાવા ઝાઝા... ગુરુ

 

શાહી થોડી ને ગુણ લખવા ઝાઝા

કાગળ નાનો ને ઇતિહાસ લાંબો.. ગુરુ

 

આંગળી પકડી ચાલતાં શીખવ્યું

હાથ પકડી દોડતાં શીખવ્યું... ગુરુ

 

જ્ઞાન આપી જ્ઞાની બનાવ્યો

ભવસાગર તરવાનો રાહ બતાવ્યો... ગુરુ