આ સનેડો શબ્દ આપણને લગ્નગીતોમાં બહુ જ સાંભળવા મળે છે. “સનેડો”નો અર્થ સ્નેહ, પ્રેમ વગેરે વગેરે થાય છે. લગ્નગીતમાં વરપક્ષવાળા વરના પિતા-માતા, ભાઈ-બેન, દાદા-દાદી વગેરેના વખાણ કરવા માટે ‘સનેડો’ શબ્દનો ઉપયોગ કરે છે. સનેડો એક નિર્દોષ સ્નેહની અભિવ્યક્તિ માટે છે. મેં આ જ રીતે એ સનેડાનો ઉપયોગ પ્રભુ ઉપર સ્નેહ દર્શાવવા કરેલ છે