૨ : ૧૮૩ - સનેડો

સનેડો સનેડો પ્રભુ તારો સનેડો
સનેડો સનેડો પ્રભુ તારો સનેડો
શેરીશેરી હું ર્ફ્યો ર્ફ્યો ગામેગામ (૨)
શહેરશહેર ફરી વળ્યો તોય ન દીઠો ક્યાંય...સનેડો
મંદિર ગયો, મસ્જિદ ગયો, ગયો ગુરુદ્વારા (૨)
ચોરે ને ચૌટે ગયો તોય ન દીઠો ક્યાંય...સનેડો
સાધુ-સંતોને મળ્યો, મળ્યો પૂજારીને (૨)
મુલ્લ–પાદરીને મળ્યો, તોય ન મળ્યો તું ક્યાંય...સનેડો
ગંગા નાહ્યો, જમના નાહ્યો, સરસ્વતીમાંય (૨)
હરદ્વાર જઇ નાહી આવ્યો, તોય ન દીઠો ક્યાંય...સનેડો
પર્વત ગયો, જંગલ ગયો, ગયો હિમાલયમાંય (૨)
ગિરનાર ચડી આવ્યો તોય ન દીઠો ક્યાંય...સનેડો
ફરીફરી જગ ર્ફ્યો આવી સૂતો ઘરે (૨)
સપનામાં સરી પડ્યો ન જાણે ક્યારે પડ્યું ભોર...સનેડો
હું-તુંની ઝંઝટ મહીં, ભૂલ્યો હું અને તું (૨)
હું અને તું ભૂલી જતાં, રહ્યા ન હું કે તું...સનેડા