૨ : ૧૪ - સાધુવ્યથા

ભૂલો પડી ભગવાન એક દી તું આવજે
જોઇ દશા અમારી કંઇક રસ્તો બતાવજે...
કપડાં બદલી સાધુ થયો, સાધુતા જીવનમાં આવી નહીં
પોશાક તારો પહેરી કામ અમારું ર્ક્યું, શરમ રાખી નહીં...

ઘરઘર ફરી ગોચરીએ ગયો, સાધુની ગરિમા જાળવી નહીં
ભવકરી માટે બહુ ભમ્યો, સાચું જ્ઞાન પામ્યો નહીં...
લોચ કરીકરી લાંબો થયો, લોભ છોડી શક્યો નહીં
નકલ તારી બહુ કરી પ્રભુ, પણ અક્કલ સાચી આવી નહીં...

વિહાર કરીકરી વાંકો વળ્યો, વાસનાઓ છોડી શક્યો નહીં...
બીજાને છોડવા રીઝવીયા, હું કાંઇ છોડી શક્યો નહીં...
વ્યાખ્યાન આપીઆપી બહુ વરસ્યા, હું કોરો ને કોરો રહ્યો
ન જાણે હવા કેવી પ્રભુ જમાનાની, બન્યો સાધુ પણ સંસાર છૂટ્યો નહીં...

પૈસા કેરી મધલાળમાં હું ફસાયો, બહારથી ન દેખાય એવા પાપમાં ખૂંપ્યો
કીર્તિ કેરી આગમાં હોમાયો, પાછો ફરી જોવાનો વારો ન આવ્યો...
આયખાં કેરાં અંધારાં ઊતર્યાં, પડે સાંજ પહેલાં પાર ઉતારો
મળ્યો નહીં કિનારો, માજી બની પ્રભુ સંસાર પાર ઉતારો



‘‘આ વિપુલ ઝરણું વર્ધમાને મોકલ્યું.
પાપી તેમાં ડૂબકી દઇ પુણ્યશાળી બને છે.’’
‘‘દરેક સાધુ આવા નથી હોતા જે સાધુ સારા છે