૧: ૧૨ - શાયરી

જ્યોત બૂઝાયા પછી કોડિયાને કોણ પૂછે છે?

શ્વાસ તૂટ્યા પછી લાશને કોણ પૂછે છે ?

 

અત્તર કાઢ્યા પછી ફૂલોને કોણ પૂછે છે?

પાણી પીધા પછી ગ્લાસને કોણ પૂછે છે?

 

પૈસાવાળાને સૌ કોઈ પૂછે છે,

ગરીબોને “લલિત” કોણ પૂછે છે !

જ્ઞાનીઓને સૌ કોઈ પૂછે છે,

આચારવાન અજ્ઞાનીને કોણ પૂછે છે !

 

સ્વાર્થ નીકળી ગયા પછી કોણ કોને પૂછે છે,

જવાની નીકળી ગયા ગયા પછી બુઢાપાને કોણ પૂછે છે !