૨ : ૧૫ - હવે કશું ન થાય

મારુંમારું કરી હું મર્યો હાથ ન લાગ્યું કાંઇ
મોત આવી આંગણ ઊભું હવે કશું ન થાય

માયા કેરી આ નગરીમાં હું અટવાયો હવે શું થાય
રંગ-રાગ કેરા નાટકમાં ફસાયો હવે કશું ન થાય

ન સૂરજ કેરી રોશની માણી ન ચાંદ કેરું રૂપ
જોવાનું જોતો રહી ગયો હવે કશું ન થાય

જન્મોજન્મ ફરી મળો માનવ કેરો દેહ
ભટકતો રહ્યો રાતના અંધારામાં હવે કશું ન થાય

ધર્મ-અધર્મની વાતો કરી ર્ક્યું નહીં કાંઇ
શાસ્ત્રો ફેરવી ખુશ થયો હવે કશું ન થાય

શરીર ને મનમાં રત રહ્યો જીવન પૂરું ગંવાયું
સાધવા જેવું સાધી ન શક્યો હવે કશું ન થાય

આ રમત છે ‘‘રમત-શૂન્ય’’ કેરી બધું દે ભુલાવી
કોણ જીત્યું કોણ હાર્યું હવે કશું ન થાય



માતા એ ખોળો છે
પિતા એ ખંભો છે