૧: ૭૬ - સુવિચાર

  • નૃત્ય કરતાં કરતાં નૃત્યકાર થઈ જવાય
    લખતાં લખતાં લેખક થઈ જવાય
    સંગીત વગાડતા વગાડતાં સંગીતકાર થઈ જવાય
    શિલ્પ કરતાં કરતાં શિલ્પી થઈ જવાય
    બોલતાં બોલતાં વક્તા થઈ જવાય.
  • આંખ ઊઘડે તો ઊઠ્યો કહેવાય
    દષ્ટિ ઊઘડે તો જાગ્યો કહેવાય
  • જીવનમાં ત્રણ વાત યાદ રાખવી –
    ૧.મરણ ઇચ્છવું નહીં
    ૨. મરણથી ડરવું નહીં, કારણ કે તે નિશ્ચિત છે.
    ૩. મરણ માટે હંમેશા તૈયાર રહેવું.
  • ઇચ્છાની પૂર્તિ એ મનનો ભ્રમ છે
    કારણ કે મનની ઇચ્છા પૂરી કરનાર
    દરેક ઇચ્છા પોતાની સાથે નવી
    ઇચ્છાઓનો જન્મ આપે છે.