premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૨૩ - સુવિચાર
Jul
08
2021
390
ગુલઝાર ભાગ - ૧
૧: ૨૩ - સુવિચાર
દુનિયામાં બે વસ્તુ ઈશ્વર રાજા હોય કે રંક બંનેને સરખી આપે છે. એ છે જન્મ વખતે બાળકનું વજન અને મૃત્યુ વખતે તે જ વ્યક્તિની રાખનું વજન. બંને સરખા હોય છે. જન્મતી વખતે જે વજન કુદરત આપણને આપે છે એટલું જ વજન મૃત્યુ વખતે આપણી પાસેથી લઈ લે છે.
મોક્ષની વાસના પણ વાસના છે. છેવટે આ વાસના છૂટે છે ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
શોકસભા અગમ્ય સંદેશ આપી જાય છે
જિંદગીનો કોઈ નવો રાહ ચીંધી જાય છે
મને કે કમને ધર્મનાં દ્વાર ખોલી જાય છે.
કરમને શરમ કેવી
ભિખારીને કરોડપતિ બનાવે અને
કરોડપતિને ભિખારી બનાવે.
તું કંઈ બોલ નહીં
સંતના “બોલ”ને ઝીલ.
રાંધવા જેવા ઘઉં જોતાં હોય તો આપણે કાંકરા કાઢીને ફેંકી દઈએ છીએ એમ જીવનમાંથી રાગ-દ્વેષને અહંકારના કાંકર ફેંકી દઈએ તો જીવન-જીવવા જેવું સુંદર (અમૃત સમાન) બની જાય.
ભિખારીને કોઈ કંઈક આપે એ ભીખ કહેવાય છે. સાધુને કોઈ કંઈક આપે એ ભિક્ષા કહેવાય છે. પહેલા માટે માંગવું પડે છે જ્યારે બીજા માટે સામેથી મળે છે.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC