૧ : ૦૨ - સુવિચાર

રાત આખી જમીન પર વરસ્યો મેહ, 

માટી તો ભીંજાઈ ગઈ, પત્થર એના એહ. 


એકલો રહે તે યોગી, 

સમૂહમાં રહે તે ભોગી. 


​એક વિષયને જીતતાં જીત્યો સૌ સંસાર, 

સેનાપતિ જીતતાં જીત્યો તું સેના અપાર. 


અહંકાર અપેક્ષા અને અસંતોષ 

ત્રણ એક્કા, કરે માનવના ભૂક્કા.


" અસંતોષ એ બધા દુઃખોનું મૂળ છે.” - બુદ્ધ


સ્વાથ્ય સારું ન હોય તો પાપડ પણ પચતો નથી, 

સંસ્કાર સારા ન હોય તો પૈસો પણ પચતો નથી. 


જીવનમાં વાચન કરવું, સારું ચિંતન કરવું બહુ સારું, 

મનન કરવું ઉત્તમ, ઉતારવું બહુ જ અઘરું. 


જીવન જાણ્યું કે મૃત્યુ મટી ગયું, 

મૃત્યુ જાણ્યું કે જીવન શરૂ થયું.