premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૮૯ - સુવિચાર
Jul
09
2021
390
ગુલઝાર ભાગ - ૧
૧: ૮૯ - સુવિચાર
અહંકાર વિલીન થાય છે ત્યારે કશામાં પરિણમતો નથી, કારણ કે એ કેવળ અજ્ઞાન હતું. એની પરિણતિનો કોઈ પ્રશ્ન જ નથી. એ એક માત્ર ભ્રમ હોય છે. જેમ કોઈ અંધકારમાં દોરડાને સાપ સમજી બેસે અને પ્રકાશમાં જુએ છે કે એ એક દોરડું હતું, સાપ હતો જ નહિ. બસ ભ્રમ તૂટે છે. આવી રીતે અહંકાર એક ભ્રમ છે. જયારે એ વિલીન થઈ જાય છે ત્યારે સત્ય સમજાઈ જાય છે.
પરમાત્મા એ તો ચિત્તની અંતિમ આનંદની અવસ્થા છે. પરમાત્મા થોડી કોઈ વસ્તુ છે કે મળે? એ તો એક અનુભૂતિ છે.
એક જન્મ મા-બાપથી મળે છે. જે સંસારસાગરમાં આપણને તરતા મૂકે છે અને બીજો જન્મ ગુરુથી થાય છે. જે સાગર પાર કરાવે છે એટલે કે મોક્ષ સુધી પહોંચાડે છે.
સંપત્તિ સુખ આપી શકે,
સંપત્તિ શાંતિ ન આપી શકે.
સત્ય પોતાના જ પગ ઉપર ઊભું રહે છે
એને બીજાના ટેકાની જરૂર નથી.
અસત્ય બીજાના પગ ઉપર ઊભું હોય છે
એટલે એને બીજાના ટેકાની જરૂર પડે છે
આંખ એક ભાષા છે, શરીર એક ભાષા છે.
ચારિત્ર એક ભાષા છે અને મૌન એક ભાષા છે
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC