૧: ૭૪ - સુવિચાર

  • પુરુષને પરાજિત કરવો હોય તો તેના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો તેની પ્રશંસા કરો.
  • તમે ત્યાગી ન થાવ તો વાંધો નહીં
    પણ ઉપયોગી થાવ એટલું બસ છે.
  • ડાહ્યો એ છે જેના કાન લાંબા
    આંખ મોટી અને જીભ ટૂંકી.
  • સ્ત્રીની બે વિશેષતા છે – એક – રડી શકે છે અને બે – ગમે ત્યારે રડી શકે છે.
  • નફા-નુકસાનના આંકડા ગમે તેટલા તમે ભલે માંડો પણ છેલ્લે સરવાળો કોઈ બીજો જ કરી જાય છે તેનું નામ નસીબ.
  • સાચવવા પડે એ સંબંધ સાચા નથી હોતા અને જો સંબંધ સાચા હોય તો સાચવવા નથી પડતા.
  • તમારામાં એક એવું કબ્રસ્તાન રાખજો જે બીજાના દોષનું દફન કરે અને બીજાના ગુણોનાં ફૂલો બનાવી તમે જ એના ઉપર ચઢાવો.
  • જીવનમાં એટલી ભૂલો ન કરતા કે પેન્સિલ પહેલાં રબર ઘસાઈ જાય.