આકર નાના જાકર નહાના
બીચમે દો ઘડીકા નાટક દેખ કર જાના.
માણસનો જમ થાય છે ત્યારે મેટરનીટી હૉસ્પિટલમાં બાળકને જન્મતાંની સાથે નવડાવી માના હાથમાં મૂકે છે અને માણસ મૃત્યુ પામે છે ત્યારે પણ તેને નવડાવીને પછી સ્મશાનયાત્રા કાઢે છે. બસ આ જન્મ અને મૃત્યુ વચ્ચે આપણે કેટલા નાટકના કલાકારની જેમ પાત્ર ભજવીએ છીએ. ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, પતિ-પત્ની, પુત્ર-પિતા, મા-બાપ, કાકા-કાકી, મામા-મામી આવા કેટલા સંબંધોથી જિંદગીમાં નાટક ભજવીએ છીએ અને અંતે સ્મશાનમાં આ નાટકનો પડદો પડી જાય છે. જીવનને નાટક સમજી જો આપણે જીવન વ્યતીત કરીએ તો સંસારથી અલગ રહી સાક્ષીભાવથી જીવન જીવન જીવન જીતી જાય છે.