•   

    ૧:૩૬ - સુવિચાર

    • મા-બાપ કી આંખમેં આંસુ
      બેટી ઘર છોડતી હૈ તબ આતા હૈ.
  •   

    ૧:૪૦ - સુવિચાર

    • “જે વૈદ દરદીની નાડ પારખી શકે છે તેની બોલબાલા થાય છે.”
  •   

    ૧:૪૪ - સુવિચાર

    • સંસારમાં તમારાથી કોઈ વધારે શ્રીમંત છે સંસારમાં તમારાથી કોઈ વધારે જ્ઞાની છે
      સંસારમાં તમારાથી કોઈ વધારે ઉચ્ચ પદવીધારી છે.
      આ ભાવ જ્યારે ગાઢ બને છે ત્યારે તમારા અહંકારનો નાશ થાય
      છે અને કષાયમાં મંદ પડે છે.
  •   

    ૧:૪૭ - સુવિચાર

    • રાત જબ ઘેરી હોતી હૈ
      તબ ઊજાલા બહોત નજીક હોતા હૈ
  •   

    ૧:૫૫ - સુવિચાર

    • આસમાન સિતારોથી ચમકે છે
      ધરતી ફૂલોની મહેકથી મઘમઘ છે
      દિશાઓ હવાઓથી લહેરાય છે
      સાગર લહેરોથી (નાચે છે) શોભે છે.
  •   

    ૧:૦૩ - સુવિચાર

    અસ્ત થતાં રવિ પૂછતા અવનિને
    કોણ પૂરા કરશે કર્તવ્ય મારાં

  •   

    ૨:૧૨ - અંગૂઠા ને આંગળી વચ્ચે

    અંગૂઠા ને આંગળી વચ્ચે પકડી રાખી પેન
    લખવા બેઠો લેખ, આ બધી પ્રભુ તારી દેન
    હું તો કરતો રહું પ્રેમ તને, વ્યાધિ કરે આ બધી પેન
    હું તો જોયા કરું આ બધું તું જ લખાવે લેખ

  •   

    ૨:૦૮ - નહીં બાળકના ઝબલામાં ખિસ્સાં ...

    નહીં બાળકના ઝબલામાં ખિસ્સાં
    નહીં કફનમાં ક્યાંય ખિસ્સાં
    નહીં જૈન સાધુનાં કપડાંમાં ખિસ્સાં
    કોઇએ પૂછ્યું આમ કેમ?
    જવાબ મળ્યો...
     

  •   

    ૨:૦૬ - સંસાર ...

    સંસારમાં અનેક તાણમાં જીવું છું
    વેદનાના પરિભ્રમણમાં ફેરફુદરડી ફરું છું
    લાગુ ભલે શાંત ભાઇઓ બહારથી
    અનેક સંઘર્ષમાં જીવું છું અંદરથી
    જે હથિયાર ફેંકી દે છે તેની સાથે કોઇ લડતું નથી
     

  •   

    ૨:૦૫ - જ્ઞાનમાં અહંકાર ...

    જ્ઞાનમાં અહંકારની લાળ ભળી જાય તો ઝેરનું કામ કરે છે, જેમ ગરોળીની લાળ દૂધમાં ભળતાં દૂધ ઝેર બની જાય છે
    અને આ જ જ્ઞાનમાં નમ્રતા, વિનયની લાળ ભળે તો મધની લાળ જેવું કામ કરે છે.

  •   

    ૨:૩૨ - સુવિચાર

    ‘‘એવી અપેક્ષા ના રાખો કે તમારો સાથીદાર તમારા
    જેવોજ હોય, કારણ કે બે વ્યક્તિ ક્યારેય એક બીજાને
    ‘‘જમણો હાથ’’ પકડીને નથી ચાલી શકતો.’’

  •   

    ૨:૩૫ -સુવિચાર

    ‘‘રાખવો નહિં અહંકાર કે ન થાય કશું મારા વિના અહીં
    તો આખુ આકાશ ઊભું છે ટેકા વિના.

  •   

    ૨:૩૮ - સુવિચાર

    પલકે ઝૂકે ઔર નમન હો જાયે
    મસ્તક ઝૂકે ઔર વંદન હો જાયે
    ઐસી નજર કહાસે લાઉં ગુરુ
    આપકો યાદ કરું ઔર આપકા દર્શન હો જાએ
    ‘‘સેવા અને સાદગીની વાતો કરનારને સહુ કોઇ જાણે છે
    કોઇ ના દેખે તેમ ભિખારીને રોટલો કોણ આપે છે.’’

  •   

    ૨:૪૦ - સુવિચાર

    ‘‘માનવી બેઠોબેઠો જન્મનાં વર્ષો ગણે છે
    ને મૃત્યુ બેઠાબેઠા કફનના તાંતણા જોડે છે.’’
    ‘‘જિંદગી પાણીના પરપોટા જેવી છે, ન જાણે ક્યારે ફૂટી જાય.
    કોણ જાણે આ જીવનનો તાર ક્યારે તૂટી જાય.’’
    ‘‘આ તો છે સુગંધ ગુલઝારની,
    નથી ખુશ્બૂ કોઇ એક ફૂલની.’’

  •   

    ૨:૪૨ - સુવિચાર

    કરજ લઇને સવારે ઊઠવા કરતાં
    ભૂખ્યા રહીને રાત્રે સૂવું વધારે સારું
    કહ્યા વગર કામ કરે તે ઉત્તમ પુત્ર
    કહ્યા પછી કરે તે મધ્યમ પુત્ર
    કહ્યા પછી ન કરે તે અધમ પુત્ર
    વ્યક્તિની ઓળખ કરવા માટે એને
    અમાપ સત્તા અને સંપત્તિ આપો
    પછી એના પરિણામમાં કેટલાં પશુઓ
    બહાર આવે છે એ જુઓ અને પછી
    ઓળખો ત્યારે સાચી ઓળખ મળી જાય છે
    ગરીબ મુઠ્ઠીભર માંગે, વિલાસી ખોબાભર માંગે અને
    લોભી બધું જ માંગે.

  •   

    ૨:૪૪ - સુવિચાર

    શબરી જેવો પ્રભુરામ પર પ્રેમ
    નરસૈયાનો ભજનપ્રેમ
    જસોદાનો પુત્રપ્રેમ
    લયલા મજનુનો યૌવનપ્રેમ

  •   

    ૨:૪૭ - સુવિચાર

    ‘‘સમાજનું દુર્જનોએ જેટલું અહિત નથી ર્ક્યું,
    એના કરતાં સજ્જનોએ વધારે અહિત ર્ક્યું છે,
    આનુ કારણ દુર્જનની સક્રિયતા અને
    સજ્જનોની નિષ્ક્રિયતા.’’

  •   

    ૨:૫૩ - સુવિચાર

    આપણા ભાગ્યમાં કોઇ ભાગ પડાવી શકતું નથી
    અને જે ભાગ્યમાં નથી એ બીજા આપી શકતા નથી.

  •   

    ૨:૫૭ - સુવિચાર

    ‘‘અગર આપકે પાસ ભીતર સિર્ફ નફરત ઔર કિસીકે
    પ્રતી વૈર હૈ, તો આપકા મંદિર, મસ્જિદ, ગુરુદ્વારે જાને
    સિર્ફ એક ટેહેલના હૈ.’’
     

  •   

    ૨:૫૯ - સુવિચાર

    ‘‘ભાઇ ભાઇ-બંધ અને પડોશીની પ્રગતિ પર ક્યારેય
    ઇર્ષ્યા ના કરો, કારણ કે દુખનાં સમયે સૌથી પહેલા એ
    જ આવીને ઉભા રહેશે.’’



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC