નહીં બાળકના ઝબલામાં ખિસ્સાં
નહીં કફનમાં ક્યાંય ખિસ્સાં
નહીં જૈન સાધુનાં કપડાંમાં ખિસ્સાં
કોઇએ પૂછ્યું આમ કેમ?
જવાબ મળ્યો...
બાળક આગળ રાખવા માટે કશું નથી
શબને લઇ જવા માટે કશું નથી
જૈન સાધુ સમજે છે કે કંઇ લઇને આવ્યો નથી
કંઇ લઇ જવાનું નથી, તો પછી ખિસ્સાં શા માટે?
બૂરાબૂરા સબકો કહે
બૂરા ના જગમેં કોઇ
જો આયના સામને રખે
ખુદ સરખા બૂરા ન કોઇ
बूराबूरा सबको कहे
बूरा ना जगमें कोइ
जो आयना सामने रखे
खुद सरखा बूरा न कोइ
અનુભવીની આંખ લેજે
યુવાનોની પાંખ લેજે
સંકલ્પ દૃઢ કરજે
ઉડાન આસમાન તરફ કરજે
જોઇ પ્રતિબિંબ પોતાનું આયનામાં
આયનાનો વાંક કાઢે છે
સમજદારી ખુદની નથી
ભગવાનનો વાંક કાઢે છે