કરજ લઇને સવારે ઊઠવા કરતાં
ભૂખ્યા રહીને રાત્રે સૂવું વધારે સારું
કહ્યા વગર કામ કરે તે ઉત્તમ પુત્ર
કહ્યા પછી કરે તે મધ્યમ પુત્ર
કહ્યા પછી ન કરે તે અધમ પુત્ર
વ્યક્તિની ઓળખ કરવા માટે એને
અમાપ સત્તા અને સંપત્તિ આપો
પછી એના પરિણામમાં કેટલાં પશુઓ
બહાર આવે છે એ જુઓ અને પછી
ઓળખો ત્યારે સાચી ઓળખ મળી જાય છે
ગરીબ મુઠ્ઠીભર માંગે, વિલાસી ખોબાભર માંગે અને
લોભી બધું જ માંગે.
પિતા તે છે જે પુત્રને વિદ્વાન બનાવે અને પુત્ર એ છે જે
પિતાને ચિંતામુક્ત બનાવે.
રોગના ડરથી માણસ ખાવાનું બંધ કરે છે. મૃત્યુના ડરથી
પાપ કરવાનું બંધ કરતો નથી.
શબ્દોને રમાડતા આવડે તે સાધુ, ખુદ પોતાનામાં રમણતા
કરે એ સંત.