૧: ૪૪ - સુવિચાર

  • સંસારમાં તમારાથી કોઈ વધારે શ્રીમંત છે સંસારમાં તમારાથી કોઈ વધારે જ્ઞાની છે
    સંસારમાં તમારાથી કોઈ વધારે ઉચ્ચ પદવીધારી છે.
    આ ભાવ જ્યારે ગાઢ બને છે ત્યારે તમારા અહંકારનો નાશ થાય
    છે અને કષાયમાં મંદ પડે છે.
  • હા પસ્તાવો વિપુલ ઝરણું
    સ્વર્ગથી ઊતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.                           કલાપી
    પસ્તાવો વિપુલ ઝરણું
    વર્ધમાને મોકલ્યું
    જૈનો તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે.
  • બીજાની ખૂબી જોનાર અને પોતાની ખામી જોનાર સંસારી સાધુતાને
  • પ્રાપ્ત કરી લે છે અને બીજાની ખામી જોનાર અને પોતાની ખૂબી જોનાર સાધુ સંસારી બની જાય છે.
  • “મા” જેવું કોઈ છત્ર નથી,
    અહિંસા જેવું કોઈ શસ્ત્ર નથી.