૧ : ૦૬ - સુવિચાર

ધર્મ એ મૃત્યુની કલા છે.

વાસના એટલે સંસાર અને સંસાર એટલે વાસના,
વાસના છૂટે સંસાર છૂટે,
સંસાર છૂટે વાસના છૂટે, ન પણ છૂટે.

નારકી દુ:ખમાં હીન છે, તિર્યંચ વિવેક હીન છે.
દેવતા સુખમાં લીન માનવી તું સૌમાં ભિન્ન છે. 

સામાન્ય માણસ બોલે તે પ્રવચન, સાધુ બોલે તે વ્યાખ્યાન, ભગવાન બોલે તે દેશના. 

દુનિયામાં કુદરત કોઈ વસ્તુનું પુનરાવર્તન નથી કરતી, જો આ ઝાડને પાન કેટલાં, નહીં કોઈ સરખાં.