•   

    ૨ : ૬૧ - ગુરુ

    કોઇ પણ ધર્મના ધર્મગુરુ જે પ્રેમથી ભરેલ છે, જેનો
    સ્વભાવ પ્રેમપૂર્ણ છે, આપણે તેની લાખ અવગણના
    કરીએ તોપણ એ આપણને પ્રેમ જ આપે, કારણકે એ
    એની મજબૂરી છે, સમજો એનો સ્વભાવ છે.

  •   

    ૨ : ૬૨ - સુવિચાર

    સંસારમાં ત્રણ ૠણ આપણે ચૂકવવાનાં હોય છેઃ
    પહેલું ઈશ્વરનું જેણે આપણને જીવન આપ્યું,

  •   

    ૨ : ૬૩ - અકબરના દરબારમાં ત્રણ મૂર્તિ

    એક વખત એક અજનબી અકબરના દરબારમાં આવે
    છે. અકબરને વિનંતી કરે છે કે, હું મૂર્તિકાર છું અને મારી
    પાસે ત્રણ સોનાની મૂર્તિ છે જે વેંચવા માટે તમારા
    દરબારમાં આવ્યો છું. મારી મૂર્તિ દેખાવમાં ત્રણે સરખી છે,
    પણ ત્રણે મૂર્તિની ગુણવત્તા અલગઅલગ છે.

  •   

    ૨ : ૬૪ - સુવિચાર

    જે ગાંઠ જન્મોજન્મથી બીજા સાથે
    બાંધીને આવ્યા છીએ એ છૂટતા જન્મારો
    લાગી જાય છે, કારણકે ગાંઠ રેશમની દોરી
    જેવી હોય છે જે છોડતાછોડતા દમ નીકળી જાય છે.

  •   

    ૨ : ૬૫ - વડીલોની સલાહ માનનાર આખર સુખી થાય છે

    એક મહાન રાજાને ત્રણ પુત્ર હતા. ત્રણે પુત્ર બહુ
    બુદ્ધિશાળી હતા. મહારાજને વિચાર આવ્યો કે લાવ આજ
    તો મારા પુત્રોની પરીક્ષા કરું, જેથી મારા ગયા પછી એ
    લોકો રાજ્યને કેમ ચલાવશે એની ખબર પડે.

  •   

    ૨ : ૬૬ - કોણ કોને પકડે છે

    સંસારમાં જોઇશું તો આપણને લાગશે કે, દરેક વ્યક્તિ
    એમ જ કહેતો હોય કે, મારે તો સંસારમાંથી મુક્ત થવું છે,
    પણ મોહ મને છોડતો નથી. ખરેખર આપણે મોહને
    છોડતા નથી કે મોહ આપણને છોડતો નથી. બહારથી ભલે
    લાગે કે મોહે આપણને જકડી રાખેલ છે, પણ ખરેખર તો
    આપણે મોહને પકડીને બેઠા છીએ.

  •   

    ૨: ૬૭ - સુવિચાર

    ‘‘પોતાની જીભની તાકાત ક્યારેય ‘‘માતા-પિતા’’ પર
    અજમાવવી નહીં કારણ કે એમણેજ તમને બોલતા
    શીખવ્યા છે.’’

  •   

    ૨ : ૬૮ - ધર્મ શું છે?

    ધર્મ શબ્દ આવતાં જ બધા વિચારે ચડી જાય છે. ધર્મ
    આપણે કોને કહેવો એનાથી આજનો માનવી જાણે સાવ
    અજાણ થઇ ગયો છે? કે પછી ધર્મનો સાચો માર્ગ ભૂલી
    ગયો છે?

  •   

    ૨ : ૬૯ - સત્ય

    સંસારમાં કોઇ બે વસ્તુ સરખી હોતી નથી, પણ
    આજનો માનવી બીજા કરતાં વધારે સારો દેખાવા માટે,
    બીજા કરતાં વધારે હોશિયાર બનવા માટે ન જાણે કેટકેટલી
    મથામણ કરે છે, પણ આ કાળા માથાનો માનવી એટલું
    જાણતો નથી કે કુદરત કોઇ પણ બે વસ્તુ સરખી
    બનાવતી નથી

  •   

    ૨ : ૭૦ - સુવિચાર

    ‘‘જીવન મેં ચાર ચીજ ઐસી હોતી હૈ કી ગલત હોં તો
    ગુમરાહ કર દેતી હૈ, ઔર સહી હો તો જીવન બના દેતી હૈ.
    વો કૌનસી ચીજ હૈ? પહેલી દોસ્તી, દુસરી કિતાબ,
    તીસરી રાસ્તા ઔર ચૌથી સોચ.’’

  •   

    ૨ : ૭૧ - મુક્તિનો માર્ગ

    મિસરમાં એક સંત હતા. તેનું નામ હતું મકારિયો. એક
    દિવસ એક યુવાને સંતને પ્રશ્ન પૂછ્યો કે, મુક્તિનો માર્ગ શું
    છે?

  •   

    ૨ : ૭૨ - સુવિચાર

    ‘‘રામ અને રાવણ બન્નેની રાશિ એક
    કૃષ્ણ અને કંશ બન્નેની રાશિ એક
    રાશિ એક પણ પરિણામ જુઓ જુદાં.’’

  •   

    ૨ : ૭૩ - દેવ અને દાનવ

    વિનોબાના જીવનનો આ કિસ્સો છે. જ્યારે તે બાળક
    હતા ત્યારે તેના ઘરને આંગણે એક પપૈયાનું ઝાડ વાવેલ
    તેમાં પપૈયાં આવેલ. પપૈયાં કાચાં હતાં, છતાં તેની માને
    કહ્યું, ‘‘મા પપૈયાં ખાવા છે.’’

  •   

    ૨ : ૭૪ - સાચી પ્યાસ હોય એ રાહ ન જુએ

    ઘણાં વર્ષો જૂની વાત છે, જ્યારે હું કૉલેજના પહેલા
    વર્ષમાં ભણતો હતો. ઉનાળાની વૅકેશનમાં હું મારા એક
    મિત્ર સાથે સુરેન્દ્રનગર વૅકેશન ગાળવા આવેલ. અમે બન્ને
    મિત્રો બપોરે રેલવેસ્ટેશન પર બાંકડા પર જઇને બેસતા
    અને સૌરાષ્ટ્ર મેલની આવવાની રાહ જોતા.

  •   

    ૨ : ૭૫ - સુવિચાર

    ‘‘શાંતિ અને સંતોષ આ બેજ પૂર્ણ વિરામ છે, બાકી
    બધા જ સુખ, અલ્પવિરામ છે.’’

  •   

    ૨ : ૭૬ - અહંકારનો આણે અંત એ સાચો સંત

    આજના કહેવાતા આત્મજ્ઞાની, પ્રબુદ્ધ માણસો-પંડિતો
    જ્યારે ‘‘ઓશો’’નાં પુસ્તકોમાંના નસરુદીનના દાખલા આપી
    શ્રોતાઓને ખુશખુશાલ કરી દે છે! એ જ વક્તાઓ
    ‘‘ઓશો’’ જીવતા હતા ત્યારે આભડછેટની જેમ ‘‘ઓશો’’
    સાથે વર્તતા.

  •   

    ૨ : ૭૭ - કાવ્ય

    મારા શબ્દો તમારા શબ્દો દુનિયાના શબ્દો
    લગાવ્યા કુંભારના ચાકડા પર ફરે ગોળગોળ
    ફરતાંફરતાં બની ગયા કોઇ કાવ્ય કોઇ લેખ
    કુંભાર જેવા, કલાકાર સંતોએ મારી મેખ

  •   

    ૨: ૭૮ - શાયરી

    ઇન્સાન બનકર કે ઇસ જગતમેં આયા
    ઇન્સાનિયત કો હી મૈં ભૂલ ગયા

  •   

    ૨ : ૭૯ -કાવ્ય

    જીવનની ઝરમરને કલમની સાહીથી લખી છે
    માનવજીવનની અવનવી વાતોને અહીં રંગી છે
    ઇન્દ્રધનુષ્યના રંગો ભલે ના પૂરી શકું
    અવનવા અનુભવોના રંગોને મિલાવી તો શકું

  •   

    ૨ : ૮૦ - શાયરી

    મશગૂલ હતો સંસારના જામ પીવામાં
    ગ્લાસ છૂટ્યો હાથથી અને બધું ઢોળાયું પલકમાં
    સમયના વહેણમાં વર્ષો વીતી ગયાં



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC