વિનોબાના જીવનનો આ કિસ્સો છે. જ્યારે તે બાળક
હતા ત્યારે તેના ઘરને આંગણે એક પપૈયાનું ઝાડ વાવેલ
તેમાં પપૈયાં આવેલ. પપૈયાં કાચાં હતાં, છતાં તેની માને
કહ્યું, ‘‘મા પપૈયાં ખાવા છે.’’ માએ કહ્યું બેટા કાચા ફળ
ન ખવાય, પાકવા દે. બહુ રાહ જોયા પછી પપૈયાં પાક્યાં
એટલે વિનોબાએ બે ફળ તોડી એની નાની ચીર બનાવી
એક ડીશમાં ગોઠવી. વિનોબાનું મન પોતે કરેલ મહેનતનું
ફળ ચાખવા ઉતાવળ કરતું હતું. જેવો તેણે ડીશમાં હાથ
નાખ્યો કે તેની માએ કહ્યું, બેટા! તું ‘‘દેવ બનવા માંગે છે
કે દાનવ.’’ પહેલા બીજાને આપીને જે ખાય છે એ દેવ
અને જે પહેલા પોતે જ ખાવા મંડે છે એ દાનવ. બોલ
તારે દેવ બનવું છે કે દાનવ?
માએ કહ્યું, પહેલા પપૈયાંની ચીરને પાડોશીમાં વેંચી
આવ, કારણકે પહેલા ફળના અધિકારી પાડોશી હોય છે.
વિનોબાએ ‘‘મા’’ની આજ્ઞા પ્રમાણે પાડોશીને એક ચીર
આપી. પાડોશીઓએ વિનોબાની પીઠ થાબડી અને કહ્યું, બહુ
મીઠાં પપૈયાં છે, શાબાશ બેટા. બચેલી ચીરો લઇ વિનોબા ઘરે
આવ્યા અને પોતાનાં મા અને ભાઇઓને આપી. પોતે પણ
પપૈયું ખાધું. ‘‘મા’’એ પૂછ્યું વિનિયા, પપૈયું કેવું મીઠું લાગ્યું?
વિનોબાએ જવાબ આપ્યો, મા પાડોશીએ જે મારી પીઠ
થાબડી, એના જેટલા મીઠા ન લાગ્યા. એટલે જ બેટા, મેં
તને કહેલ કે પહેલા પાડોશીને આપીને ખા.
બસ, આ માની એક વાતે વિનોબાને ‘‘વસુધૈવ
કુટુંમ્બકમ્નો મંત્ર આપ્યો.