•   

    ૨ : ૧૬૧ - ગુરુદક્ષિણા

    એક વખત એક સંતની પાસે પાંચ યુવાન વિદ્યાભ્યાસ
    માટે આવ્યા.

  •   

    ૨ : ૧૬૨ - તપ તમે કોને કહેશો

    એક દિવસ એક વહેલી સવારે હું હજુ ચા પીતો હતો
    ત્યાં મોબાઈલની રિંગ વાગી. ઉપાડ્યો તો સામેથી એક
    અજાણી વ્યક્તિનો અવાજ આવ્યો એટલે મેં કોણ બોલો
    છો? એમ પૂછ્યું.

  •   

    ૨ : ૧૬૩ - સત્ય શું છે?

    ‘‘ઓશો’’ પોતાના પ્રવચનમાં ઘણીબધી એવી વાતોનો
    ઉલ્લેખ કરતા જે કદાચ તેની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલ હોય
    એવું લાગે, પણ એની બધી વાતો, કથાઓ-દ્રષ્ટાંતો
    એટલાં બધાં ધારદાર હોય કે વાંચનારના હૃદયમાં સીધાં
    અંદર સુધી ઊતરી જાય. એક આવી જ વાત તેમણે
    પોતાના પ્રવચનમાં કરેલ.

  •   

    ૨ : ૧૬૪ - ઇશ્વર આપવા રાજી છે

    ‘‘પ્રભુને સમર્પણ થનાર બધું પ્રાપ્ત કરી લે છે’’.
    ઘણાં વર્ષો પહેલાં હું એક તત્ત્વજ્ઞાનીનું પુસ્તક વાંચતો
    હતો. એમાં એક ફકીરની વાત આવતી હતી.

  •   

    ૨ : ૧૬૫ - સત્ય શું છે?

    ઘણાબધાને આ ‘‘સત્ય શું છે?’’ એ પ્રશ્ન સતાવતો
    હશે અને આ નવા યુગમાં નવયુવાનને વધારે ગુમરાહ કરે
    છે.

  •   

    ૨ : ૧૬૬ - ધર્મ કોને કહેશો?

    એક વખત એક સાધુએ પોતાના થોડા શિષ્યોને
    સંસારમાં, સંસારી અને સાધુતામાં ખરેખર ફેર શું છે એનો
    અભ્યાસ કરવા માટે જુદીજુદી જગ્યાએ મોકલ્યા.

  •   

    ૨ : ૧૬૭ - મૌન એ જ સત્ય

    દિવસોના મૌન પછી વહેલી સવારે બુદ્ધ બોલવાના
    હતા, પરંતુ એ પહેલાં કે તે પોતાનું મૌન તોડે, આશ્રમના
    દ્વાર પર એક પંખી ગીત ગાવા લાગ્યું હતું.

  •   

    ૨ : ૧૬૮ - ભય શું છે?

    એક દિવસ એક યુવાને ભગવાન મહાવીરને પ્રશ્ન ર્ક્યો
    કે, માણસને જીવનભર ભય શાના કારણે લાગે છે?

  •   

    ૨ : ૧૬૯ - આત્મપીડન એ સાધના નથી

    એક સંત પાસે એક દિવસ એક વૃદ્ધ શિક્ષક આવે છે
    જેણે વર્ષોથી સાધના કરેલ છે. શરીર સાધના કરીકરીને
    સુકાઇ ગયું છે, આંખો ઊંડે ઊતરી ગઇ છે, જોઇને લાગે છે
    કે આ વ્યક્તિ બહુ દુઃખી છે, અગર તો એ પોતાની જાતને
    બહુ સતાવેલ સમજે છે.

  •   

    ૨ : ૧૭૦ - સંસ્કાર

    એક નાનું એવું ગામ હતું. એ ગામમાં એક ઢોલી હતો.
    આ ઢોલી હંમેશાં સાંજના સમયે ઢોલ વગાડતો. ગામ
    આખું એનો ઢોલ સાંભળવા ભેગું થઇ જતું.

  •   

    ૨ : ૧૭૧ - ભક્તિ

    ભક્તિ જ્યારે સંગીતમાં પ્રવેશ કરે છે,
    સંગીત ‘‘કીર્તન’’ બની જાય છે.
    ભક્તિ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે,
    ઘર ‘‘મંદિર’’ બની જાય છે.

  •   

    ૨ : ૧૭૨ - અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચવાલી બડી બદમાશ

    એક વખતની વાત છે. ત્રણ સ્ત્રીઓ પાણી ભરવા જતી
    હતી. દૂર એક સાધુની ઝૂંપડીમાંથી અવાજ આવતો હતો
    કે, ‘‘અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચવાલી
    બડી બદમાશ’’.

  •   

    ૨ : ૧૭૩ - મૃત્યુ ન હોત તો ધર્મ ન હોત

    એરિસ્ટોટલે કહ્યું છે કે, જો મૃત્યુ ન હોત તો જગતમાં
    કોઇ પણ ધર્મ ન હોત.

  •   

    ૨ : ૧૭૪ - મિત્ર હો તો ઐસા

    બહોત સાલ પહેલીકી બાત હૈ, મૈંને એક સુંદર કહાની
    સૂની થી. મૈં આજ આપકો યહ કહાની સૂનાના ચાહતા
    હું.

  •   

    ૨ : ૧૭૫ - સુવિચાર

    ‘‘ચેહરા જોઇને માણસ ઓળખવાની કળા હતી મારી
    પાસે, તકલીફ તો એ પડી કે માણસો પાસે ચેહરા ઘણા
    હતા.’’

  •   

    ૨ : ૧૭૬ - ગીત

    તું સ્નેહ કા સાગર હૈ
    તેરી એક કૃપાકે પ્યાસે હમ... તું સ્નેહ

  •   

    ૨ : ૧૭૭ - અનુભવીનાં અમૃતવચન

    ઓકી દાતણ જે કરે નરણા હરડે ખાય,
    દૂધે વાળું જે કરે, તે ઘરે વૈદ્ય ન જાય.
    ખાંડ-મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય,
    વિવેકથી ખાજો, નહિતર ના કહેવાય ના સહેવાય.

  •   

    ૨ : ૧૭૮ - કાવ્ય

    જોઇ રાજ્યમાં તું વર્ધમાન લાગે છે
    છોડી ઘર જતો મહાવીર લાગે છે
    જોઇ ધ્યાનમાં ઊભો યોગી લાગે છે
    કરતો તપશ્ચર્યા મહાતપસ્વી લાગે છે

  •   

    ૨ : ૧૭૯ - સ્તવન

    ચલ ઊડ જા રે આતમ કિ અબ યહ દેહ હુઆ પુરાના
    ચલ ઊડ જા રે આતમ કિ અબ યહ દેહ હુઆ પુરાના...
    સચ્ચા જૂઠા કરકે તૂને ધન બહોત કમાયા
    રાત-દિનકી તેરી મહેનત તેરે કામ ન આયી... ચલ

  •   

    ૨ : ૧૮૦ - આત્મવ્યથા

    આવ્યો છું પ્રભુ શરણ તારે સ્વીકારી લે તું ચરણ તારે
    મોહમાયામાં હું લપટાયો, રાત કે દિવસ યાદ ન આવ્યો...
    બચપણ વિતાવ્યું રમતગમતમાં, જોબન વીત્યું જોતાજોતામાં
    બુઢાપે આવી દ્વાર ખખડાવ્યો, કાળ આવી સામે જ ઊભો...



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC