૨ : ૧૬૯ - આત્મપીડન એ સાધના નથી

એક સંત પાસે એક દિવસ એક વૃદ્ધ શિક્ષક આવે છે
જેણે વર્ષોથી સાધના કરેલ છે. શરીર સાધના કરીકરીને
સુકાઇ ગયું છે, આંખો ઊંડે ઊતરી ગઇ છે, જોઇને લાગે છે
કે આ વ્યક્તિ બહુ દુઃખી છે, અગર તો એ પોતાની જાતને
બહુ સતાવેલ સમજે છે. ખરેખર તો આ વૃદ્ધ શિક્ષકે
‘‘આત્મપીડન’’ને પોતાની સાધના માની જિંદગીમાં બહુ
મોટી ભૂલ કરી હતી.
સંસારમાં પણ ઘણા લોકો ઇશ્વરને પ્રાપ્ત કરવા માટે
આવો માર્ગ પસંદ કરે છે, પણ આ માર્ગ એક ભૂલભરેલો
જ નથી, પણ વિષયુક્ત પણ છે. ઇશ્વરપ્રાપ્તિ એ જાણે
સંસાર તરફથી મોં ફેરવી લેવું, શરીરને કષ્ટ આપવું વગેરે
નકારાત્મક વલણ માણસના જીવનને નષ્ટ કરી દે છે.
આવી વ્યક્તિને ખયાલ પણ નથી રહેતો કે સંસારનો
વિરોધ, શરીરનો વિરોધ, સંબંધોનો વિરોધ, આ વધા
વિરોધો એ કંઇ ઇશ્વરપ્રાપ્તિનો માર્ગ નથી. સત્ય તો એ છે
કે દેહને પીડા દેનાર દેહવાદી હોય છે અને સંસારવિરોધી
બહુ સૂક્ષ્મરૂપે સંસાર ગ્રહિત હોય છે.
ભોગદૃષ્ટિ માનવીને સંસારથી જેટલી નથી જોડતી તેટલી
સંસારવિરોધી દૃષ્ટિ વધારે જોડે છે, વધારે બોધે છે.
સાધના એ નથી ભોગની દૃષ્ટિ કે નથી દમનની દૃષ્ટિ.
એ દૃષ્ટિ ભિન્ન પ્રકારની છે જે સંયમની છે. ભોગ અને
દમન જીવનને નષ્ટ કરી દે છે. કોઇ પણ અતિ અજ્ઞાન છે
અને અંધકાર છે અને મૃત્યુ છે. સંયમ એ એક સંગીતની સાધના સમાન છે. જેમ
સંગીતકાર પોતાની વીણાને સંગીત માટે તૈયાર કરતા
પહેલાં તેના તાર બરાબર કસે છે. નહીં વધારે કસે, ન
ઢીલા મૂકે, મધ્યમાં રાખે જેથી સંગીત પૂર્ણરૂપે તૈયાર થાય.
સૂર બરાબર એની ઊંચાઇ પકડી શકે.
આ બધી વાતો વૃદ્ધ શિક્ષકે સંત પાસેથી સાંભળી,
જાણે કે વર્ષો પછી કોઇએ સૂતેલા માણસને ઊંઘમાંથી
જગાડેલ હોય, એમ જાણે કે તાણમુક્ત સ્વસ્થ થઇ હાથ
જોડી સંતની રજા લેતાંલેતાં એટલું જ બોલ્યા કે, હવે હું
શાંત અને તનાવમુક્ત થઇ પાછો ફરું છું. જીવનભરની દોડ
જાણે આજ અહીં જ પૂરી થઇ ગઇ છે એમ લાગે છે.
જતાજતા એ વૃદ્ધની આંખમાં એક અજબનું તેજ હતું,
જાણે કે હમણાં જ કોઇ બાળકનો જન્મ થયો હોય અને
બાળકની જેવી નિર્દોષતા આંખોમાં છલકાતી હતી, જાણે
કે દુનિયાભરનો પ્રેમ ઊભરાતો ન હોય.