ભક્તિ જ્યારે સંગીતમાં પ્રવેશ કરે છે,
સંગીત ‘‘કીર્તન’’ બની જાય છે.
ભક્તિ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે,
ઘર ‘‘મંદિર’’ બની જાય છે.
ભક્તિ જ્યારે કાર્યમાં પ્રવેશ કરે છે,
કાર્ય ‘‘કર્મ’’ બની જાય છે.
ભક્તિ જ્યારે કર્મમાં પ્રવેશ કરે છે,
કર્મ ‘‘સેવા’’ બની જાય છે.
ભક્તિ જ્યારે વ્યક્તિમાં પ્રવેશ કરે છે,
વ્યક્તિ ‘‘માનવ’’ બની જાય છે.
ભક્તિ જ્યારે ભોજનમાં પ્રવેશ કરે છે,
ભોજન પ્રસાદ બની જાય છે.
ભક્તિ ભૂખમાં પ્રવેશે કરે છે,
ભૂખ ‘‘ાત’’ બની જાય છે.
ભક્તિ પાણીમાં પ્રવેશ કરે છે,
પાણી ‘‘ચરણામૃત’’ બની જાય છે.
ભક્તિ સફરમાં પ્રવેશ કરે છે,
સફર ‘‘તીર્થયાત્રા’’ બની જાય છે.
ભક્તિ ગુરુમાં પ્રવેશ કરે છે,
ગુરુ ‘‘ભગવાન’’ બની જાય છે.