૨ : ૧૭૮ - કાવ્ય

જોઇ રાજ્યમાં તું વર્ધમાન લાગે છે
છોડી ઘર જતો મહાવીર લાગે છે
જોઇ ધ્યાનમાં ઊભો યોગી લાગે છે
કરતો તપશ્ચર્યા મહાતપસ્વી લાગે છે
ચંદનબાળાનાં આંસુ લૂછનાર સાચો સારથિ લાગે છે
ચંદનબાળાની બેડી તોડનાર મહાશક્તિવાન લાગે છે
જોઇ પૃથ્વી પર ઊભો સૂર્ય સમાન લાગે છે
રાતના અંધારામાં ચાંદ જેવો શીતલ લાગે છે
પાપીને નહીં પાપને ધોનાર એક કલાકાર લાગે છે
સત્યને માર્ગે ચાલનાર સાચો માનવી લાગે છે
તારાં વખાણ શું કરું, હીરો કોહિનૂર લાગે છે
તારા જ પ્રકાશમાં બધું ચોખ્ખું ચળકતું લાગે છે
દેશના આપતો તું એક ‘‘ગુરુ’’ લાગે છે
ધર્મનો મર્મ સમજાવતો, ભગવાન લાગે છે.