આવ્યો છું પ્રભુ શરણ તારે સ્વીકારી લે તું ચરણ તારે
મોહમાયામાં હું લપટાયો, રાત કે દિવસ યાદ ન આવ્યો...
બચપણ વિતાવ્યું રમતગમતમાં, જોબન વીત્યું જોતાજોતામાં
બુઢાપે આવી દ્વાર ખખડાવ્યો, કાળ આવી સામે જ ઊભો...
માતા-પિતાએ લાડ લડાવ્યા, મમતાના મોહમાં ભૂલો પડ્યો હું
ભાઇ-બહેનોએ હેતે હિલોળ્યો, સ્નેહના બંધને એવો બાંધ્યો..
શરીરસુખમાં હું સપડાયો, આસ્તેઆસ્તે સંસાર વધાર્યો
કરોળિયા કેરી જાળ રચી મેં, મારી જ જાળમાં હું ફસાયો...
કામ-ધંધામાં એવો પડ્યો, મંદિરનો હું દ્વાર ન ચડ્યો
સમયે મને સમય ન મળ્યો, આંખ ખૂલતાં સમય ન બચ્યો...
સાચાં-ખોટાં કેટલાં ર્ક્યાં, પાપ પુણ્યના હિસાબ ન રાખ્યા
પાપ ર્ક્યાં સૌ કોઇ કાજે, મેં બેડી બાંધી મારા જ હાથે...
ક્રોધની બાથે એવો બંધાયો, છૂટવા ધારી છૂટી ન શક્યો
અહમ્થી હુું અળગો ન રહ્યો, લોભે મને લપટી રાખ્યો...
ભટકી રહ્યા ે હ ું જનમજનમથી, મળ્યા ે નહીં કાઇે સાચા ે સાથી
આશા લઇ આવ્યો દ્વાર તારે, ગળે લગાડી લે મુજને આજે...
સગાં-સંબંધી સ્મશાને આવ્યા, દીધો દાહ ને ઘરે ચાલ્યા
શ્વાસ તૂટ્યો સંબંધો છૂટ્યા, એકલો આવ્યો એકલો ચાલ્યો...
કર જોડીને આવી ઊભો હું, બાળક સમજી માફ કર તું
અશ્રુ કેરી અંજલિ આપું, દયાના સાગર દયા જ કર તું.