૨ : ૭૧ - મુક્તિનો માર્ગ

મિસરમાં એક સંત હતા. તેનું નામ હતું મકારિયો. એક
દિવસ એક યુવાને સંતને પ્રશ્ન પૂછ્યો કે, મુક્તિનો માર્ગ શું
છે?
મકારિયોએ એક ક્ષણ વિચાર કરી કહ્યું, ‘‘માર્ગ બહુ
સરળ છે!’’ તું હમણાં કબ્રસ્તાન જા અને કબ્રમાં
સૂતેલાઓને ખૂબ ગાળો દે, તેમનું અપમાન કર, તેમના
પર પથ્થર ફેંક અને આટલું કરી તું મારી પાસે આવજે.
યુવાને કબ્રસ્તાન પહોંચી કબ્રમાં સૂતેલાઓને ખૂબ
ગાળો દીધી, અપમાન ર્ક્યું અને છેલ્લે પથ્થર ફેંકી, સીધો
સંત આગળ આવીને કહે છે કે, હું તમે જેમ કહ્યું તેમ કરી
આવ્યો. સંતે કહ્યું કે, હવે બીજું કામ કર! ફરી કબ્રસ્તાનમાં
જઇ એ જ કબ્રમાં સૂતેલાઓની પ્રશંસા કરી એના પર ફૂલ
ચડાવી આવ અને પછી મારી પાસે આવજે.
યુવાન સંતના આદેશ પ્રમાણે બધું કરીને સંત પાસે
આવી ઊભો રહ્યો.
સંતે યુવાનને કહ્યું, તેં કબ્રમાં સૂતેલાઓને ગાળો દીધી,
પથ્થર ફેંક્યા, અપમાન ર્ક્યું અને છેલ્લે તેની પ્રશંસા કરી
ફૂલ ચડાવ્યાં, પણ કબ્રમાં સૂતેલા માણસે તને કંઇ ર્ક્યું?
યુવાને જવાબ આપ્યો નહીં. એમણે કશું કહ્યું નથી.
બસ, આ જ છે ‘‘મુક્તિનો માર્ગ’’. બની જા કબ્રસ્તાનમાં
સૂતેલા માણસની જેમ, ભલે કોઇ ગાળો દે કે પ્રશંસા કરે,
બન્ને દશામાં સમતા રાખ.