બગીચાના બેન્ચને એક દિવસ એકાએક વાચા ફૂટે છે. “ન જાણે વર્ષો થયા. હું અહીં બગીચામાં બેઠો છું. ન જાણે કેટલાય રંગ જોયા, તડકા-છાંયા જોયા, વરસાદ અને ટાઢ જોઈ, કોયલના મધુર ટહુકા સાંભળ્યા, પ્રેમીઓની પ્રેમગોષ્ઠિ સાંભળી તથા એ જ પ્રેમીઓના ઝઘડાનાં સમાધાન થતાં જોયાં. આ બધું જોઈને હવે હું બહુ થાક્યો એટલે મારી હૈયાવરાળ કાઢવા આજ બે શબ્દ કહેવા તૈયાર થયો છું તો સાંભળો