૧: ૮૦ - “શું?”

કલમ જેવી તાકાત નહિ.

ખાણી-પીણી વગર મહેફિલ નહિ.

ગધેડા જેવું મૂરખ નહિ.

ઘોડા જેવી શક્તિ નહિ.

ચંદન જેવું લાકડું નહિ.

 છાસ જેવું પીણું નહિ.

જનમ જેવું દુ:ખ નહિ.

ઝાકળ જેવું બિંદુ નહિ.

ટહુકો કોયલ જેવો કોઈનો નહિ.

ઠુમરી જેવો જીવનનો તાલ નહિ.

ડુંગળી જેવી ગરીબની કસ્તૂરી નહિ.

ઢાલ જેવું રક્ષક નહિ.

તપ જેવું કર્મ ખપાવવાનું સાધન નહિ.

થઈ થઈ કરે નાચે મીરા એવી ભક્તિ નહિ.

દારૂ જેવો નશો નહિ.

ધરમ વગર મોક્ષ નહિ.

નરક જેવું દુ:ખ નહિ.

પેટ જેવો ખાડો નહિ.

ફેણ સાપ જેવી નહિ.

બકરીના દૂધ જેવું હલકું દૂધ નહિ.

મધ જેવું મીઠું નહિ.

યમરાજ જેવો ડર નહિ.

રામ જેવું રાજ નહિ.

લય વગર સંગીત ની વિજય જેવો ગુણ નહિ.

સાપ જેવો ડંખ નહિ.

શંખ જેવો નાદ નહિ.

હાલરડા જેવા ગીત નહિ.

કમળ જવું ફૂલ નહિ.

ક્ષમા જેવું ભૂષણ નહિ.

જ્ઞાન જેવો સાથી નહિ.