•   

    ૨:૬૧ - ગુરુ

    કોઇ પણ ધર્મના ધર્મગુરુ જે પ્રેમથી ભરેલ છે, જેનો
    સ્વભાવ પ્રેમપૂર્ણ છે, આપણે તેની લાખ અવગણના
    કરીએ તોપણ એ આપણને પ્રેમ જ આપે, કારણકે એ
    એની મજબૂરી છે, સમજો એનો સ્વભાવ છે.

  •   

    ૨:૬૬ - કોણ કોને પકડે છે

    સંસારમાં જોઇશું તો આપણને લાગશે કે, દરેક વ્યક્તિ
    એમ જ કહેતો હોય કે, મારે તો સંસારમાંથી મુક્ત થવું છે,
    પણ મોહ મને છોડતો નથી. ખરેખર આપણે મોહને
    છોડતા નથી કે મોહ આપણને છોડતો નથી. બહારથી ભલે
    લાગે કે મોહે આપણને જકડી રાખેલ છે, પણ ખરેખર તો
    આપણે મોહને પકડીને બેઠા છીએ.

  •   

    ૨:૬૮ - ધર્મ શું છે?

    ધર્મ શબ્દ આવતાં જ બધા વિચારે ચડી જાય છે. ધર્મ
    આપણે કોને કહેવો એનાથી આજનો માનવી જાણે સાવ
    અજાણ થઇ ગયો છે? કે પછી ધર્મનો સાચો માર્ગ ભૂલી
    ગયો છે?

  •   

    ૨:૬૯ - સત્ય

    સંસારમાં કોઇ બે વસ્તુ સરખી હોતી નથી, પણ
    આજનો માનવી બીજા કરતાં વધારે સારો દેખાવા માટે,
    બીજા કરતાં વધારે હોશિયાર બનવા માટે ન જાણે કેટકેટલી
    મથામણ કરે છે, પણ આ કાળા માથાનો માનવી એટલું
    જાણતો નથી કે કુદરત કોઇ પણ બે વસ્તુ સરખી
    બનાવતી નથી

  •   

    ૨:૭૩ - દેવ અને દાનવ

    વિનોબાના જીવનનો આ કિસ્સો છે. જ્યારે તે બાળક
    હતા ત્યારે તેના ઘરને આંગણે એક પપૈયાનું ઝાડ વાવેલ
    તેમાં પપૈયાં આવેલ. પપૈયાં કાચાં હતાં, છતાં તેની માને
    કહ્યું, ‘‘મા પપૈયાં ખાવા છે.’’

  •   

    ૨:૭૪ - સાચી પ્યાસ હોય એ રાહ ન જુએ

    ઘણાં વર્ષો જૂની વાત છે, જ્યારે હું કૉલેજના પહેલા
    વર્ષમાં ભણતો હતો. ઉનાળાની વૅકેશનમાં હું મારા એક
    મિત્ર સાથે સુરેન્દ્રનગર વૅકેશન ગાળવા આવેલ. અમે બન્ને
    મિત્રો બપોરે રેલવેસ્ટેશન પર બાંકડા પર જઇને બેસતા
    અને સૌરાષ્ટ્ર મેલની આવવાની રાહ જોતા.

  •   

    ૨:૮૧ - સુવાક્ય

    ક્રોધ : કાળી નાગણ જેવો
    માયા : જાદુગરની જાળ જેવી

  •   

    ૨:૯૪ - ચોર ગીતાને ન ખોલે

    જૂના જમાનાની વાત છે, જ્યારે બૅન્કો નહોતી. માણસો
    પોતાના દાગીના, રૂપિયા બધું ઘરમાં જ રાખતા. એક
    વખત એક પિતાને વિચાર આવ્યો કે મારી દીકરી મોટી
    થવા આવી છે અને લગ્નને હવે બે-ત્રણ વર્ષ છે. એટલે
    એનાં લગ્ન માટે થોડા રૂપિયા જમા કરું.

  •   

    ૨:૯૭ - સંસારમાં સાધક ત્રણ પ્રકારના

    સંસારમાં સાધક ત્રણ પ્રકારના હોય છેઃ પહેલા પ્રકારનો
    સાધક માત્ર કુતૂહલતાને કારણે મંદિરે કે ઉપાશ્રયે જાય છે.

  •   

    ૨:૯૯ - સાચો બ્રહ્મચારી

    એક મહાન વિચારક જેનું નામ તમે સાંભળ્યું હશે. તેનું
    નામ હતું વાચસ્પતિ. તેઓ પોતાના અભ્યાસમાં હંમેશાં
    મસ્ત રહેતા.

  •   

    ૨:૧૦૫ - અણમોલ માનવઅવતાર

    એક કુંભાર હંમેશાં પોતાના આઠ-દશ ગધેડા લઇને
    નદીએ માટી ભરવા જાય. એક દિવસ માટી ભરતાંભરતાં
    એક ચમકતો પથ્થર જોયો એટલે ખિસ્સામાં મૂક્યો કે ઘરે
    છોકરાને રમવા કામ આવશે.

  •   

    ૨:૧૦૭ - જાગીને જો

    એક સમયની વાત છે. ઘણાબધા લોકો ચાલતાચાલતા
    જાત્રાએ નીકળેલા. આમાં એક અંધ માણસ લકડીને
    ટેકેટેકે ચાલતો હતો.

  •   

    ૨:૧૦૮ - બ્રહ્મચર્ય એ જ ધર્મ

    સંસારી માનવીને હંમેશાં એક વસ્તુ તરફ આકર્ષણ
    વધારે હોય છે અને એ છે મૈથુન. તિર્યંચ પણ મૈથુન વગર
    રહેતું નથી અને માનવી પણ.

  •   

    ૨:૧૧૦ - વિજ્ઞાન અને ધર્મ

    વિજ્ઞાન આપણે એને કહીએ છીએ જેના દ્વારા આપણે
    પદાર્થની અંદરની શક્તિને જાણી શકીએ છીએ.

  •   

    ૨:૧૧૧ - ‘‘પરિગ્રહ-અપરિગ્રહ’’

    ન આપણે વસ્તુથી આપણી જાતને ભરી શકીએ છીએ
    કે ન સંબંધોથી આપણે આપણી જાતને ભરી શકીએ.

  •   

    ૨:૧૧૨ - જીવન-મૃત્યુ

    જીવન અને મૃત્યુ એ એક જ સિક્કાની બે બાજુ છે.
    એક છેડો એક બાજુ અને બીજો છેડો બીજી બાજુ. આનું
    નામ જીવન અને મૃત્યુ.

  •   

    ૨:૧૧૪ - પિતાની શિખામણ

    એક દિવસ એક ઉંમરલાયક પિતાને વિચાર આવ્યો કે,
    ઉંમર થઈ ગઈ છે અને ક્યારે યમરાજનું તેડું આવે એ હવે
    ખબર નથી. ચાલ જતાજતા દીકરાઓને થોડી શિખામણ
    આપતો જાઉં.

  •   

    ૨:૧૧૬ - ત્યારે બહુ મોડું થઈ ગયું હશે

    સવાર પડતાં પહેલાં આપણે છાપું ખોલી, ચાની ચૂસકી
    ભરતાંભરતાં પ્રથમ પાનાના સમાચાર વાંચીએ કે, કોઈ
    એક સાધુએ, કોઈ એક બાબાએ, કોઈ એક ‘બાપુ’એ કે
    કોઈ એક તાંત્રિકે ધર્મના નામે ધતિંગ કરી શ્રદ્ધાળુઓનો
    ગેરલાભ લીધો.

  •   

    ૨:૧૧૮ - શક્કી માણસને શું સલાહ આપો

    મારો મિત્ર મખનલાલ એ હંમેશાં ખુશમિજાજમાં રહે.
    લગ્ન કર્યાં પછી બહુ ઉદાસ રહેવા લાગ્યો. મેં પૂછ્યું,
    ભઈલા! તું ઉદાસ કેમ છો? મખનલાલ બોલ્યો, શું કહું
    ભાઈ, મારી પત્ની માયાવતી એટલી બધી શક્કી છે કે
    દરરોજ નવાનવા શક કરે છે.

  •   

    ૨:૧૨૧ - ભગવાનનું વિશ્વ

    ભગવાને જ્યારે આ વિશ્વનું સર્જન ર્ક્યું ત્યારે ભગવાનને
    એટલી ખબર નહીં પડી હોય કે સુખ આપવા સાથે દુઃખનું
    શા માટે સર્જન ર્ક્યું?



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC