•   

    ૧:૨૮ - "ભગવાન મહાવીર – મોક્ષ"

    ઉપરના આ ત્રણ શબ્દો એવા છે કે કોઈને પણ પૂછો કે ભગવાન બનવું છે. તરત “હા” પાડશે. મહાવીર બનવું છે. મોક્ષમાં જવું છે. બધા જ હા પાડશે. પણ આ શબ્દના અક્ષરનો ભેદ જાણશો તો આપણને એમ લાગશે કે એક પણ અક્ષર જેવું આપણું જીવન નથી પણ “ભગવાન મહાવીર” બનવું છે.

  •   

    ૧:૩૩ - "તે મારું કુળ ઉજાળ્યું" સત્ય ઘટના

    ગુજરાતમાં ખાંભા ગામની આ સત્ય ઘટના છે. ખાંભા ગામની એક આયર કન્યા. નામ હતું કાશી. કાશી લગ્ન કરી બાપુના ગામમાં જાય છે. જયાં લગ્ન કરીને જાય છે એ ઘર બહુ સાધારણ હતું.

  •   

    ૧:૩૮ - સંપ્રદાય

    જેમ ઝાડને ડાળીઓ વગર સ્થિરતા આવવી મુશ્કેલ છે. ડાળીઓ સ્થિરતાનું કામ કરે છે. આમ સંપ્રદાય પણ ધર્મને સ્થિર રાખવા માટે ઉપયોગી છે.

  •   

    ૧:૪૨ - "ગુરુ આગમન" "શેર"

    નીંદરડી આવી નહીંને

    શમણાંઓ ઉમટી પડ્યાં.

  •   

    ૧:૪૬ - “ખરાબ દેખાતામાં પણ ગુણ હોય છે”

    એક ખેડૂત હંમેશાં કાવડ લઈને ખેતરે જતો. કાવડમાં બે ઘડા પાણીના હોય. એક ઘડામાં નાનું કાણું. આથી ખેતરે પહોંચે ત્યાં સુધીમાં માટલું ખાલી થઈ જાય. કાણાવાળા માટલાને એક દિવસ વિચાર આવ્યો કે, ચાલ આ ખેડૂતને પૂછી જોઉં કે તું ખેતરે પહોંચે છે

  •   

    ૧:૪૯ - “આજનો જ્ઞાની પોતાના જ્ઞાનના ભારથી દબાઈ ગયો છે”

    વર્ષોથી કંઈક જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મહત્ત્વકાંક્ષાનો વર વર્ષો સુધી તપતો રહ્યો. સાધુવેશનાં વસ્ત્રો ભાળી મનમાં દોટ શરૂ થતી. નાનપણથી જ સાધુપણા ઉપર કંઈક જાણવાની, ઉત્કંઠા, કોઈ અગમ્ય શક્તિ જાણે આ માટે ખેંચતી હોય તેવું ભાસે. સાધુની પંડિતાઈ જોઈ તેઓનો શાસ્ત્રો ઉપરનો પ્રેમ જોઈ તેમનું વાણી ચાતુર્ય જોઈ એમ લાગે કે જીવનમાં એણે જે મેળવ્યું છે એ હું મેળવીશ. હું પણ બીજાને પ્રભાવિત કરી મારી જાતને અહંકારની ભાવનાથી ભરી દેતો.

  •   

    ૧:૫૦ - “પરિગ્રહ”

    પંખી એક એક તણખલું ભેગું કરી માળો બનાવે છે અને પોતાનાં ઈંડાં સેવે છે. આમ ને આમ ઈંડામાંથી બચ્ચાં બની ગેલ કરતાં કરતાં. સમય પસાર થઈ જાય છે અને આસ્તે આસ્તે પંખીને માળો એટલો બધો ગમવા લાગે છે કે એનું મમત્વ એનાથી છૂટતું નથી તો પણ એક દિવસ માળો વેરવિખેર થઈ જાય છે.

  •   

    ૧:૫૧ - “માણસ દેખાય છે એવો હોતો નથી”

    મારા એક મિત્ર મનુની પત્ની ગુજરી ગઈ એટલે એ બહુ ઉદાસ રહેવા લાગ્યો. હું એને મળવા ગયો એટલે છાતી પીટી પીટીને રોવા લાગ્યો. આપણને માન્યામાં ન આવે કે આવી વ્યક્તિ છાતી પીટીપીટીને કેમ રોઈ શકે ?

  •   

    ૧:૫૬ - “સંસાર”

    સંસારમાં કોઈ ને કોઈ તમારી આગળ હોય યા કોઈને કોઈ તમારી પાછળ હોય. ચક્રમાં ઉભેલ દરેક વ્યક્તિની કોઈ આગળ હોય અગર તો કોઈ પાછળ હોય. આગળવાળાને જોઈને આપણને દુઃખ થાય આપણા કરતાં કોઈ આગળ છે અને પાછળવાળાને જોઈને હરખ થાય કે આપણે બીજા કરતાં આગળ છીએ.

  •   

    ૧:૫૯ - “ત્રણ ફકીર”

    ગંગા કિનારે એક નાનું એવું ગામ હતું અને એ ગામમાં એક પંડિત રહેતો હતો. આ પંડિત આજુબાજુ ગામમાં બહુ જ પ્રખ્યાત. લોકો દૂરદૂરથી એની આગળ ધર્મચર્ચા કરવા આવે. કોઈપણ ધર્મના ગૂંચવાડા ભરેલ પ્રશ્ન હલ કરવા માટે આ પંડિત પ્રખ્યાત.

  •   

    ૨:૧૮ - સોનાના વરખવાળી વાંસળી

    ચોરે, ચૌટે કે ગલીના મોડ પર આપણે ઊભા હોઇએ તો કોઇ ને કોઇ વાતો કરતા હોય કે આજકાલ ધર્મમાં હવે ક્યાંય સચ્ચાઇ કે સત્ય બચ્યાં નથી.

  •   

    ૨:૧૭ - ‘‘મા’’નો મહિમા

    મિત્રો હું જાણું છું કે તમને લાંબું લખાણ કે
    લાંબું સાંભળવાનું ગમતું નથી, આથી
    આજે ટૂંકમાં લખેલ છે.

  •   

    ૨:૧૬ - મૃત થતી ગુજરાતી

    ઢોલિયો ઢોળી સૂતો હતો, ગગનમાં મીટ માંડી જોતા પૂનમના ચાંદને
    કેવા શોભી રહ્યો હતો, જાણે શ્વેત ચાદર બિછાવી આસમાને

  •   

    ૨:૧૩ - ક્યાં સ્થાન છે તારું

    પ્રભુ ગોતતો હતો તને ગગનની ગહેરાઇમાં
    મળી ગયો તું તો વરસતા વરસાદની ધારમાં
    દેખાય છે તું તો બાળકનાં આંગળાંનાં કેરવાં પર
    જ્યારે ફરે છે એ ‘‘મા’’ના ગુલાબી ગાલો પર
     

  •   

    ૨:૧૧ - છે એક ધક્કાની જરૂર

    સંસારમાં ચિંતન કરવા જેવું હોય તો એ છે કે, ‘‘આ સંસાર અનિત્ય છે.’’ આ સંસારમાં કોઇ વસ્તુ નિત્ય નથી. બાળક યુવાન થાય, યુવાન વૃદ્ધ થાય અને વૃદ્ધ મરણને શરણ થાય. આમ મૃત્યુ એ જીવનનો બીજો છેડો છે.

  •   

    ૨:૧૦ - ‘‘કોરોના’’ કાળ

    કડક ચાની ચૂસકી લેતાંલેતાં મગજ કંઇક ઢૂંઢે છે
    મળે જો કંઇક નવું તો તમારી સાથે શેર કરવા ચાહે છે
    પ્યાર છે મિત્રો સાથે એટલે કંઇક કહેવા માગું છું
    ‘‘કોરોના’’ના આ કાળમાં સમય પસાર કરવા ચાહુ છું

  •   

    ૨:૦૧ - મારા મતે...

    આ ગુલઝાર છે, અહીં ક્યાંક ગુલાબનાં ફૂલ છે, તો ક્યાંક જૂઇનાં ફૂલ છે, તો વળી ક્યાંક ચમેલીનાં તો વળી ક્યાંક કમળનાં ફૂલો પણ દેખાય છે. અહીં ક્યાંક મારા વિચારો છે તો ક્યાંક તમારા વિચારો પણ છે અને ક્યાંક બધાના વિચારો મેળવીને આ ‘‘બાગ’’ મેં સજાવ્યો છે. દરેકને અલગઅલગ ખુશ્બો ગમે છે, આ સમજી અલગઅલગ શબ્દોને અલગઅલગ રીતે શણગાર્યા છે. ક્યાંક શબ્દોને કાવ્યમાં, તો ક્યાંક  કથારૂપે, તો ક્યાંક શાયરીમાં તો વળી ક્યાંક લેખમાં સજાવ્યા છે. હું ખુશ થઇશ જો આ ખુશ્બો તમારા આત્માને સ્પર્શે અને ચહેરા પર એક મુશ્કુરાહટ આવે એ જ જોવાની મારી અભિલાષા છે....

  •   

    ૨:૨૨ - સાધનાપંથ

    આપણે હંમેશાં ક્યાંક ને ક્યાંક સાંભળતા હોઇએ છીએ
    કે માણસ ધાર્મિક બનવા ઇચ્છે છે, કારણકે માણસ
    મૃત્યુથી ડરે છે એટલે ધાર્મિક બનવા ઇચ્છે છે, નહીં તો એ
    ધાર્મિક બનવા માગતો નથી, કારણકે સંસાર પરનો લગાવ
    એટલો ગાઢ છે કે છોડવા ધારે તો છૂટી શકતો નથી.

  •   

    ૨:૨૩ - જીવન એક ગણિત છે

    તમે પૂછશો કઇ રીતે?
    સાંભળોઃ-
    ગણિતમાં હોય છે સરવાળો,
    ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી.

  •   

    ૨:૨૪ - કોણ કોને પૂછે છે

    જ્યોત બુઝાયા પછી કોડિયાને કોણ પૂછે છે
    શ્વાસ તૂટ્યા પછી લાશને કોણ પૂછે છે...
    અત્તર કાઢ્યા પછી ફૂલોને કોણ પૂછે છે
    સ્વાર્થ નીકળી ગયા પછી કોણ કોને પૂછે છે...



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC