જ્યોત બુઝાયા પછી કોડિયાને કોણ પૂછે છે
શ્વાસ તૂટ્યા પછી લાશને કોણ પૂછે છે...
અત્તર કાઢ્યા પછી ફૂલોને કોણ પૂછે છે
સ્વાર્થ નીકળી ગયા પછી કોણ કોને પૂછે છે...
ઘોર અંધારી રાતને કોણ પૂછે છે
જવાની ગયા પછી બુઢાપાને કોણ પૂછે છે...
ખુશ્બૂ નીકળી ગયા પછી ફૂલોને કોણ પૂછે છે
તેલ નીકળી ગયા પછી ફોતરાંને કોણ પૂછે છે...
શાયરી સાંભળવા શાયરને બધા પૂછે છે
દિલ બહેલાઇ ગયા પછી શાયરને કોણ પૂછે છે.
પંખીનો કલરવ કહે છે કે ચમન બદલાયું છે
સિતારાઓ કહે છે કે ગગન બદલાયું છે
સ્મશાનની ખામોશ હવા કહે છે
લાશ તો માનવીની છે માત્ર કફન બદલાયું છે
ચિતા એ ને એ જ છે ચિતા ઉપર સુનાર બદલાયો છે
‘‘ચહેરા ઢૂંઢતા હું જગકી બજારમેં
ફિરભી સહી ચહેરા પહેચાન નહીં શકતા
લગતા હૈ સબ માસ્ક પહેનકર ઘૂમતે હૈ
કૈસે કહુ કોૈન સચ્ચા હૈ ઔર કોન જુઠ્ઠા હૈ.’’
‘‘જિંદગી નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત
એક પગલું ખોટું ન ખોટો આખો દાખલો.’’