૨ : ૧૦ - ‘‘કોરોના’’ કાળ

કડક ચાની ચૂસકી લેતાંલેતાં મગજ કંઇક ઢૂંઢે છે
મળે જો કંઇક નવું તો તમારી સાથે શેર કરવા ચાહે છે
પ્યાર છે મિત્રો સાથે એટલે કંઇક કહેવા માગું છું
‘‘કોરોના’’ના આ કાળમાં સમય પસાર કરવા ચાહુ છું

ભૂલી ગયા હતા આપણે સુગંધ ગામની માટી કેરી
ભૂલી ગયા હતા અહેસાસ એ ખેતોની લહેરાતી હવા કેરી
ગજબ થઇ ગયો જાણે વર્ષો પછી જાનમાં જાન આવી
યાદ આવે છે એ સુગંધી હવા કેરી અને ખુશ્બો માટી કેરી

હવે લોકડાઉન રહે ન રહે સંદેશો રાજકારણીઓને આપજો
અમે રહીએ કે ન રહીએ, નવી પેઢીને આવું વાતાવરણ આપજો
જીવન કેવું હોવું જોઇએ સત્ય આજ સમજાય છે
ભાગદોડ ભરેલી જિંદગીનો અહેસાસ આજ થાય છે

ધન-દોલત બહુ કમાયા, ગાડી, ઘોડા ને બંગલા
ઘડીભર ફુરસદ ન પાઇ પરિવાર સાથે સમય માણવા
ધન્ય ‘‘કોરોના’’ તારી એક મુશ્કેલીએ સુલટી હજાર મુશ્કીલે
ખમ્મા કર તું હવે વધાર નહીં દેશના ગરીબોની મુશ્કીલે