૨ : ૨૩ - જીવન એક ગણિત છે

તમે પૂછશો કઇ રીતે?
સાંભળોઃ-
ગણિતમાં હોય છે સરવાળો,
ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી.
જીવનમાં પણ પહેલા સરવાળો (પતિ અ પત્ની)
પછી થયો ગુણાકાર (૨દૃ૨ બાળકો)
પછી લગ્ન કરી બાળક અલગ થયાં,
થયો જીવનમાં ભાગાકાર (૪/૨)
અને હવે આખિરમાં થાય
બાદબાકી. બેમાંથી એક થાય વિદાય.
જીવનનું આ ગણિત જે જાણી લે છે
એ જ જીવન માણી શકે છે,
નહીં તો જીવનમાં ગોથાં ખાતો રહે છે.
ગણિત બહુ સહેલું છે
સમજવું બહુ મુશ્કેલ છે
સાચું સત્ય આ જ છે
બાકી સંસાર અસાર છે
વાત ગમે તો ગાઠે બાંધજો
નહીં તો અહીં જ પૂર્ણવિરામ માંડજો.