૨ : ૧૧૦ - વિજ્ઞાન અને ધર્મ

વિજ્ઞાન આપણે એને કહીએ છીએ જેના દ્વારા આપણે
પદાર્થની અંદરની શક્તિને જાણી શકીએ છીએ. પદાર્થની
અંદર જે શક્તિ ભરેલ છે એ પ્રયોગ દ્વારા લૅબોરેટરીમાં
શોધખોળ કરી આપણે દુનિયા સામે રજૂ કરીએ છીએ.
જ્યારે જ્યાં ધર્મની વાત આવે છે ત્યાં આત્માની
શરૂઆત થાય છે. આત્માની અંદર છુપાયેલી શક્તિની
શોધ એટલે ધર્મ.
ધર્મ અને વિજ્ઞાન એકબીજાંના પૂરક છે. જે યુગમાં માત્ર
વૈજ્ઞાનિકને જ વિશ્વાસમાં રાખી આગળ વધાય છે એ યુગ,
દેશ ભૌતિકતામાં આગળ નીકળી જાય છે. જેમ આજે
અમેરિકા છે. અમેરિકા ‘‘ભૌતિક સુખ’’માં બધા કરતાં
આગળ છે. ગરમીમાં ઉ/ઊની ઠંડી હવા અને ઠંડીમાં હિટરની
ગરમ હવા, આમાં ગમે તે ૠતુમાં સુખ ભોગવી શકે છે.
જે યુગમાં માત્ર ધર્મની જ વાત ચાલતી હશે એ યુગમાં
થોડા લોકો શારીરિક સુખને મેળવી શકશે, વધારે લોકો
અસુવિધામાં જીવન ગુજારશે. વિજ્ઞાન સગવડ આપશે જ્યારે
ધર્મ શાંતિ આપશે, પણ જો વિજ્ઞાન અને ધર્મ જોડે હશે
તો શાંતિ અને સુખ-સગવડ બન્ને માનવજાતને પ્રાપ્ત થશે.
પૂરબના લોકોએ ધર્મ તરફ વધારે જોર દીધું આથી
પૂરબના લોકો વિજ્ઞાનમાં પાછળ રહી ગયા અને પશ્ચિમના
લોકોએ વિજ્ઞાન તરફ જોર દીધું. પશ્ચિમ વિજ્ઞાનમાં આગળ
નીકળી ગયું, પણ આત્માની, ધર્મની બાબતમાં પાછળ
રહી ગયું.
બન્ને યુગમાં એકએક ભૂલ થઈઃ પૂરબના લોકો વિજ્ઞાન
ચૂકી ગયા અને પશ્ચિમના લોકો ધર્મ ચૂકી ગયા.
હવે સુખી લોકો શાંતિ ઈચ્છે છે અને શાંતિવાળા લોકો
શરીરસુખ ઈચ્છે છે. હવે જરૂર છે બન્નેનો સમન્વય કરવાની.
નવા યુગનાં મંડાણ માંડવાની. નવી પેઢી આ તરફ આગળ
વધશે તો જ આ જમાનાની માગને પૂરી કરી શકશે. નહીં
તો પૂરબ અને પશ્ચિમ અપૂર્ણતા ભરેલ રોગથી પીડાશે.
એક પાસે ધન હોય, પણ શાંતિ ન હોય, જ્યારે બીજા
પાસે શાંતિ હશે, પણ ધન નહીં હોય. જેમ અત્યારે
અમેરિકા પાસે ધન છે, પણ અંદરની શાંતિ માટે વલખાં
મારે છે. અહીંતહીં અમેરિકનો ભટકીને શાંતિની તલાશ કરે
છે. પૂરબનો કોઈ સાધુ-સંત, દાર્શનિક પશ્ચિમમાં જાય છે
તો તેને સાંભળવા ટોળાં ને ટોળાં ઊમટે છે, જ્યારે
પૂરબમાં કોઈ વિજ્ઞાનની સુખ-સગવડની શોધ થયેલ હોય
તો સુખ મેળવવા તલપાપડ રહે છે.
વિશ્વને શાંતિમાં જીવવું હશે તો વિજ્ઞાન અને ધર્મનો
સમન્વય કરવો પડશે. ત્યારે જ માનવજાત સુખનાં સપનાં
પૂરા કરશે. નહીં તો મહાભારત જેવા યુદ્ધ થતા રહેશે અને
આખર રામાયણ તરફ માનવજાત જાતે વળશે.