જિંદગીની સમયની પગદંડી પર ચાલતોચાલતો, ન જાણે હંમેશાં હું પાછળ અને એ આગળ સરકતો ગયો, જીવનની હર મંજિલમાં એ આગળ ને આગળ ચાલ્યો, હું જેટલો દોડતો ગયો પણ એ હાથતાળી આપતો ગયો.
‘‘અંજલિ’’ આપતાં હૈયું તૂટે છે શ્રદ્ધાંજલિ આપતાં કલમ ધ્રૂજે છે પુષ્પાંજલિ આપતાં શબ્દો ખૂટે છે તમારું જીવન અમને જિવાડી ગયું તમારું મૃત્યુ અમને જગાડી ગયું.’’
ઓશો હંમેશાં કહેતા કે પ્રેમ તરવા જેવો છે, ઊતરો નદીમાં અને વિચારો ક્યારેય મોડું નથી થયું.
કન્ફૂસિયસનો એક શિષ્ય હતો જેનું નામ હતું મેનેસિયસ. આ શિષ્ય મોટો તત્ત્વચિંતક હતો. હંમેશાં બધાને કહેતો કે તમારે તમારા લક્ષ સુધી પહોંચવું હોય તો દોડશો નહીં.
પાપ અને પુણ્યની વાત કરીએ ત્યારે આપણને ઇતિહાસમાં એવાએવા દાખલા જોવા મળે છે, જે ક્ષણભરમાં મહાપરિવર્તન થયા હોય.
કથાઓ આપણે અલગઅલગ પત્રિકાઓમાં, પેપરમાં અને ધર્મગ્રંથોમાં વાંચીએ છીએ. કદાચ આ કથાઓ સાચી હોય કે ન હોય, પણ જે આપણા જીવનનો ‘‘થાક ઉતારી દે તે કથા.’’
ના વાટ ખૂટી ના તેલ ખૂટ્યું, હવાના એક ઝોકાએ જ્યોત બૂઝી. સંબંધોના સરવાળા થોડી વારમાં જાણે, બની ગયા બાદબાકી કટાણે.
એક ગામમાં એક ધનવાન રહેતો હતો. ધનવાનને બે પુત્ર. બન્ને પુત્રો મૂરખ જેવા. ભણવા જાય પણ ભણવામાં કંઈ ભલીવાર નહીં. પિતાએ નક્કી કર્યું કે આ બન્નેને ભણાવીને કંઈ ફાયદો નથી. ચાલ દુકાને બેસાડી દઉં અને લગ્ન કરાવી ઠેકાણે પાડી દઉં.
‘‘જો હુઆ વો ભી અચ્છા હુઆ જો હો રહા હૈ વો ભી અચ્છા હી હો રહા હૈ જો હોગા વો ભી અચ્છા હી હોગા
સાહિત્ય જગતમાં જેનું નામ ઉચ્ચ સ્થાન પર છે એવા ટૉલ્સટૉયની વાર્તા વાંચવાનો મોકા મળે તો ચૂકતા નહીં. માત્ર વાર્તા વાંચવા કરતાં પણ જીવનમાં ઉતારવાનું ન ભુલાય એવી અત્યારના યુગને સ્પર્શે એવી એક કથા છે.
ઈન્સાન બનકર ઈસ જગ મેં આયા, ઈન્સાનિયત કો હી મૈં ભૂલ ગયા. દોલત કે નશે મેં પ્રભુ તેરે કો હી ભૂલ ગયા, તૂંને મોકા દિયા, મૈં ખુદ કો હી ભૂલ ગયા.
‘‘તૂફાનોસે ડરતે નહીં, ક્યોંકા ઝૂકના શીખ ગયે હૈ હમ અંધેરે સે ડરતે નહીં, ક્યોંકી જ્ઞાનકી રોશની પાઈ હમ અધર્મીસે ડરતે નહીં, ક્યોંકી મહાવીરકા ધર્મ પાયા હમ મોતસે ડરતે નહીં, ક્યોંકી કફન બાંધકે નીકલે હમ.’’
જૂના જમાનાની આ વાત છે. એક નદીના કિનારે નાનું એવું ગામ અને ગામની બહેનો બળતણ માટે દરરોજ બપોરના નદીને બીજે કાંઠે જંગલમાં લાકડાં કાપવા જાય અને સાંજે ગીતો ગાતીગાતી પાછી ફરે. નદીમાં પગ ડૂબે એટલું જ પાણી હોય. કોઈક વાર ચોમાસામાં વરસાદ પડે ત્યારે છાતી સુધી પાણી આવી જાય.
નહીં કામ મારું ઝાડ પર બેસી ગીત ગાવાનું છે કામ આસમાનમાં ઊડી કુદરતની કલા નીરખવાનું પુરુષાર્થ કેરી પાંખો પ્રસારી જીવનભર ખૂબ માણ્યું
‘‘સમય’’ એ એક અજીબ વસ્તુ હોય એમ લાગ્યા વગર રહે નહીં. હું હજુ વિચાર કરતો હતો કે મારે કંઈક ‘‘સમય’’ પર લખવું છે. જ્યાં વિચાર કર્યો ને વિચારું ત્યાં તો ‘‘સમય’’ ચાલ્યો ગયો. જે સમયે હું કંઈક વિચરવા માગતો હતો.
અર્જુને કૃષ્ણને કહ્યું, ‘‘હે કેશવ, મને મોહ, માયા, લોભ, ઈર્ષ્યા એવા બધા ખરાબ ભાવ વિશે સમજાવો.’’
‘‘ચમન રહેંગે તો ફૂલ ખીલતે રહેંગે, હમ રહેંગે તો મીલતે રહેંગે.’’
આજનો બાળક અભ્યાસના ભારથી દબાયેલ છે. યુવાન વર્ગ નોકરી અને કામધંધાના ટેન્શનમાં જીવે છે.
‘‘સફળતા અને સરળતા જ્યાં સાથે જોવા મળે એ વ્યક્તિને એકવાર ખરા હૃદયથી નમન કરજો.’’
એક જૂના જમાનાની વાત છે. એક સુથાર લાકડાનો પોપટ બનાવતો હતો. છેલ્લે પોપટની ચાંચ બનાવતાબનાવતા ચાંચ ટૂટી ગઈ, એટલે અફસોસ ન કરતા મનમાં વિચારે છે કે, જે થવાનું હતું તે થઈ ગયું. તુરત બીજું લાકડું લઈને પોપટ બનાવવા લાગી ગયો.