ગુલઝાર

પત્થરને ઘડવા માટે જેમ એક શિલ્પી જોઈએ તેમ ડૉ. યશવંતભાઈ ત્રિવેદી મારા માટે શિલ્પકાર છે. આજે જ્યારે આ પુસ્તક તૈયાર થયેલ છે એમાં ડૉ. યશવંતભાઈનો સિંહફાળો છે. કદાચ જો ડૉ. યશવંતભાઈ મને મળ્યા ન હોત તો આજે આ પુસ્તક થયું જ ન હોત. તેમનો નિખાલસ સ્વભાવ, સૌમ્ય ચહેરો, સાહિત્યપ્રેમ અને બીજા માટે કંઈક કરી છૂટવું – એવું જેનું જીવન–જાણે આપણને એક નવું જીવન આપતા હોય એવું લાગે. જે જે લોકો એકવાર એમના સંપર્કમાં આવે છે. તેઓ તેમને ભૂલી શકતા નથી. તેમનાં પત્ની પ્રા. જ્યોત્સના બહેનને જુઓ એટલે લાગે કે રામ-સીતાની જોડી. વિશેષમાં ડૉ. યશવંતભાઈને એટલા સાહિત્ય જગતના એવોર્ડ મળેલ છે કે જો યાદી આપું તો બે પાનામાં પણ એ પૂરી ન થાય. ખૂબ ખૂબ આભાર.

ડો. યશવંતભાઈ સુધી કોઈ મને લઈ જનાર હોય તો તે છે પંતનગર ઉપાશ્રયના પ્રમુખ એડ. મનસુખભાઈ પંચમિયા. મેં એક દિવસ પંચમિયાભાઈને વાત કરી કે મારે મારાં કાવ્યો, સ્તવન, લેખોનું એક પુસ્તક છપાવવાનો વિચાર છે, પણ બધું સેટિંગ કરવામાં બહુ મુશ્કેલી છે – એટલે તુરત તેમણે કીધું કે તમે મારા ઉપર છોડી દો. હું તમને ડૉ. યશવંતભાઈ પાસે લઈ જઈશ. એ બધું વ્યવસ્થિત કરી દેશે, અને અમે ડૉ. યશવંતભાઈને ઘેર પહોંચી ગયા. યશવંતભાઈના વહેવારુ ને માયાળુ સ્વભાવે અને સાહિત્યપ્રેમે અમને આ કાર્ય સરળ કરી દીધું. હૃદયપૂર્વક

આભાર.

– લલિત ઠક્કર

મારા વિચારો છે
તમારા વિચારો છે
આપણા વિચારો છે.
નથી સાગર કેરો ઘૂઘવાટ

નથી ચાંદ કેરી ચાંદની
કે નથી નર્તકીનાં નૂપુરનો રણકાર
આ તો છે માત્ર વરસાદ પછીની
માટીની ભીનાશમાંથી આવતી
ધીમી ધીમી ખુશબૂ.

 

ગુલઝાર ભાગ - ૨

મારા સ્કૂલ સમયના ગુરુજી બા.બ્ર. શ્રી ગિરીશચંદ્ર દીક્ષિત બનારસમાં સંસ્કૃતનો અભ્યાસ કરી જામનગરની નવા નગર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રહી છેલ્લે ધનવંતરી મંદિર આયુર્વેદિક રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં સંસ્કૃત સાહિત્ય પર અધ્યયન કરાવનાર જીવનભર સાદગીપૂર્ણ જીવન જીવનાર એવા મહાન શિક્ષક અને ગુરુ.

મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ મહારાજ સાહેબની અપરંપાર કૃપાથી મારા જીવનમાં ધાર્મિક પ્રવૃત્તિમાં વેગ આવ્યો. તેમજ તેમના સુશીષ્ય સદગુરુદેવ પૂ. શ્રી. પારસમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ પણ પ્રાપ્ત થયેલ આ બન્ને સંતો ગોંડલ સંપ્રદાયમાં સ્પષ્ટ વક્તા અને ચારિત્રવાન સાધુ છે જેની સમાજે ખાસ નોંધ લીધી છે.

હું આભારી છું

બા. બ્ર. પૂ. મહાસતી જ્યોતિબાઇ જે મારા સંસારી કઝિન બહેન થાય તેમણે પૂરૂ લખાણ વાંચી લેખન કરવાની પ્રેરણા આપી.

બીજો આભારી છું મારા વડીલ બંધુ હરકિશનભાઇનો કે જેમણે આખી બુક વાંચીને સલાહ આપી કે આ બુક જરૂર છપાવજે. આ બુકમાં ની નાની કથા ઘણી પ્રેરણાદાયક છે.

ખાસ આભારી મારા પુત્ર દેવેન તથા પુત્રવધૂ કોમલનો કે જેમણે લોકડાઉન દરમિયાન આ લખવા માટે સહાય કરી. 

હું ખાસ આભારી તપસ્વી અને આગમપ્રેમી ભરતભાઇ તુરખિયાનો છું. જેમણે મને આધ્યાત્મિક જ્ઞાન આપેલ જેને આધારે અહીં આપેલ નાની- મોટી કથા લખવા હું સમર્થ થયો.

પ્રિંટીગપ્રેસના માલિક નીતિનભાઇ બદાણી તથા અશોકભાઇ શાહનો ખાસખાસ આભાર જેમની મદદ વગર આ ભગીરથ કાર્ય હું પૂરું ન કરી શકત.

લલિત ઠક્કર

 

સંવત ૨૦૨૦ના ચાતુર્માસ દરમિયાન હિંગવાલા લેન ઉપાશ્રય ઘાટકોપરમાં બીરાજમાન પૂ. ગુરુણીમૈયા બા. બ્ર. ડૉ. જશુબાઇ મહાસતી આદિ ઠાણાંના આશીર્વાદથી આ કાર્ય પૂર્ણ થયેલ છે.


Disclaimer

આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC