૨ : ૧૪૩ - સુવિચાર

ના વાટ ખૂટી ના તેલ ખૂટ્યું,
હવાના એક ઝોકાએ જ્યોત બૂઝી.
સંબંધોના સરવાળા થોડી વારમાં જાણે,
બની ગયા બાદબાકી કટાણે.
ભલે તમો આજે ન રહ્યા વચ્ચે અમારી,
‘‘છો વચ્ચે અમારી’’ એવો અહેસાસ ગયા મૂકી.
જીવન અગરબત્તી જેવું સદા મહેકતું હતું,
પણ અમારા જ ભાગ્ય નબળા કે વચ્ચે જ ઓલવાઇ ગયું.