૨ : ૧૩૮ - શ્રદ્ધાંજલિ

‘‘અંજલિ’’ આપતાં હૈયું તૂટે છે
શ્રદ્ધાંજલિ આપતાં કલમ ધ્રૂજે છે
પુષ્પાંજલિ આપતાં શબ્દો ખૂટે છે
તમારું જીવન અમને જિવાડી ગયું
તમારું મૃત્યુ અમને જગાડી ગયું.’’
‘‘ખીલી હતી વસંત ત્યાં પાનખર પથરાઇ ગઇ
જીવન જ્યોત અચાનક ઝબકીને બુઝાઇ ગઇ
આશા અધૂરી રહી ને આંખડી મીંચાઇ ગઇ
આપની અચાનક વિદાય અમારું કાળજું કંપાવી ગઇ.’’
આંખો હજુ નિહાળે છે તમને
અંતર હજુ પોકારે છે તમને
હો જ્યાં તમે, અમે હવે મળવા આવી શકતા નથી
હૃદયના અમારા ભાવો તમને ભીંજવી શકતા નથી
આ છે કરામત દુનિયામાં કેવી પ્રભુ તારી
કહેવું કોને હવે જ્યારે સાંભળનાર જ નથી.’’
‘‘કળી બનીને સુવાસ મૂકી ગયા
કિરણ બનીને સૂર્યપ્રકાશ છોડી ગયા
ઝરણું બની સાગરમાં સમાઇ ગયા
સૌને શરણ આપનાર, અરિહંતશરણ થઇ ગયા.’’