અર્જુને કૃષ્ણને કહ્યું, ‘‘હે કેશવ, મને મોહ, માયા,
લોભ, ઈર્ષ્યા એવા બધા ખરાબ ભાવ વિશે સમજાવો.’’
ત્યારે કૃષ્ણે કહ્યુંઃ કૅન્ડી ખાતી વખતે એક હથેળી
કૅન્ડીની નીચે રાખો છો ને, એને કહવાય ‘‘મોહ’’. એ
કૅન્ડી પૂરી થઈ જાય તોપણ એની સળી ચાટતા રહો છો
ને, એને કહેવાય ‘‘લોભ’’ અને સળી ફેંક્યા બાદ
સામેવાળાની કૅન્ડી જોઈને વિચાર આવે કે, આની કૅન્ડી
હજી પૂરી ન થઈ! એને કહેવાય ‘‘ઈર્ષ્યા’’. કૅન્ડી ખાતાંખાતાં
કૅન્ડી પીગળીને નીચે પડી જાય અને ખાલી સળી હાથમાં
રહે ત્યારે મનમાં જે ભાવ આવે એને કહેવાય ‘‘ક્રોધ’’.
ઊંઘ પૂરી થયા પછી પણ પથારીમાં ત્રણ
કલાક આળોટતા રહેવું એને કહેવાય ‘‘આળસ’’.
રેસ્ટોરન્ટમાં જમી લીધા પછી પણ મોઢું
ભરીને મુખવાસ લઈએ છીએ એને કહેવાય ‘‘તુચ્છતા’’.
જે તાળું મારી ચાવી કાઢી લીધા પછી પણ
તાળાને ખેંચતા રહેવું એને કહેવાય ‘‘ભય’’.
પાણીપૂરીવાળાને ત્યાં પાંચ પૂરી ખાઈને બીજી
૫ કોરી પૂરી ખાઈ લ્યો છો ને, એને કહેવાય ‘‘શોષણ.’’
ફ્રૂટી આખરી બુંદ સુધી પૂરી થઇ ગયા પછી
પણ એની સ્ટ્રોમાંથી હવા ખેંચે રાખો છો ને
એને કહેવાય ‘‘ભ્રમ’’.
દ્રાક્ષ લેવા જાવ ત્યારે ભાવ પૂછવામાં જ
૫-૭ દ્રાક્ષ ખાઈ જાવ છો ને, ઉપરથી મોંઘી
છે કહીને નીકળી જાવ છો ને, એને કહેવાય ‘‘અક્ષમ્ય અપરાધ’’.
પંગતમાં બેસીને જમતી વખતે રબડી કે રસવાળાને
આવતા જોઇ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને એને
કહેવાય ‘‘છલ’’.
ઉપરનું આ બધું વાચ્યા પછી જે મળે છે ને,
એને કહેવાય ‘‘આત્મશાંતિ’’.
આપણો આત્મા જન્મોજન્મ આ જ કરતો આવ્યો છે.
કૃષ્ણના વખતમાં ભલે કૅન્ડી ન હતી, ન હતી ફૂટી કે ન
હતા રેસ્ટોરન્ટ, પણ માણસનો સ્વભાવ તો આવો જ
હતો. તે યુગમાં માણસ એવા પ્રસંગ ગોતી કાઢતો.