‘‘ચમન રહેંગે તો ફૂલ ખીલતે રહેંગે,
હમ રહેંગે તો મીલતે રહેંગે.’’
‘‘ઇશ્વરે સંસારમાં બનાવેલ દરેક વસ્તુમાં કંઇક ને કંઇક
આપણે શીખવાનું હોય છે, કારણકે દરેકમાં ઇશ્વરે
અલગઅલગ ગુણો આપેલ છે. ઇશ્વરે બનાવેલ વૃક્ષને
જુઓ! એક જ વૃક્ષમાં હજારો પાન છે, પણ એમાંથી કોઇ
પણ બે પાન એકસરખાં જોવા નહીં મળે. મૂળ બીજ તો
એક જ વાવેલ હતું. પરિણામ અલગઅલગ લાગે. પૃથ્વી
પર મનુષ્ય કેટકેટલાં વૃક્ષનાં પાન સાથે સરખાવતા ઘણા
જ ઓછા, તો પછી આપણે આ માણસ આવો અને આ
માણસ તેવો એવું શા માટે કરીએ છીએ.’’
ઇશ્વરે સર્જેલ બધી જ વસ્તુ સુંદર છે. માટે અસ્તિત્વના
ગુણગાન ગાતાગાતા જીવન પૂરું કરી માનવજન્મને સાર્થક
કરવું એ જ યોગ્ય છે.’’
‘‘બહુ બકબક કરવાથી બીજા પાસેથી પ્રેમ નહિ મળે,
પણ આપણાથી છૂટા પડ્યા પછી ઘૃણા જરૂર મળશે.’’
‘‘મન મળે ત્યાં ધન વધવાની શક્યતા ઘણી છે, પણ
ધન વધતાં મન-મેળ વધવાની શક્યતા ઓછી છે.’’