•   

    ૧:૧૫ - "સંસારમાં મીઠામાં મીઠું શું?"

    એક વખત એક યુવાન સંતોના દર્શન માટે જાય છે. સંતને નમસ્કાર કરી પૂછે છે, ગુરુદેવ મને કંઈક ઉપદેશ આપો જે મારા જીવનમાં ઉપયોગી થાય.

  •   

    ૧:૧૮ - "આજ અને કાલ"

    આજના જીવનની આપાધાપીમાં, માણસની જિંદગી જાણે પલકારામાં પૂરી થઈ જતી હોય એમ લાગે છે. બાળપણ ન વીત્યું ત્યાં જુવાની આવીને ઊભી રહી. જુવાની વીતી નહીં ત્યાં ઘડપણ આવી ગયું.

  •   

    ૧:૨૨ - "મોક્ષ કેમ મળતો નથી?"

    બુદ્ધના શિષ્ય બુદ્ધને પૂછ્યું કે ગુરુદેવ તમે દરરોજ ઉપદેશમાં કહો છો કે માણસ ધારે તો મોક્ષમાં જઈ શકે છે, પણ હાલમાં કોઈ કેમ મોક્ષમાં જતું નથી.

  •   

    ૧:૨૪ - "પ્રભુ પ્રત્યેનો પ્રેમ"

    ઘણાં વર્ષો પૂર્વેની એક વાત છે. એક વખત હું “ઓશો”ની એક બુક વાંચતો હતો. બુકમાં એક સરસ વાત લખેલ. આ વાત વાંચતા મને વિચાર આવ્યો કે આવી નાની વાતોથી “ઓશો” દૃષ્ટાંત દ્વારા સાંભળનારના હૃદય ઉપર રાજ કરતા ખરેખર ઘણી બધી ઓશોની વાતો આજે જે વક્તાઓ પોતાના વ્યાખ્યાન કે પ્રવચનમાં બોલે છે એની બોલબાલા થઈ જાય છે. ભલે એ વક્તાઓ “ઓશો”નું નામ લેતાં છોછ અનુભવતા હોય પણ આખરે શ્રોતાઓ જાણી તો જાય છે કે આ આખી વાત ઓશોની જ છે. તો હવે એ વાતને મારી રીતે તમારી પાસે રજૂ કરું છું.

  •   

    ૧:૨૭ - "દુનિયામાં મુલાયમમાં મુલાયમ શું?"

    એક વખત એક ગુરુ આગળ છ વિદ્યાર્થી ધર્મનો અભ્યાસ કરવા આવ્યા. અભ્યાસ પૂરો થતાં છ એ વિદ્યાર્થી ગુરુને વંદન કરી ગુરુ આગળ પોતપોતાના ગામ જવા રજા લેવા આવ્યા.

  •   

    ૧:૩૨ - "સંન્યાસ"

    એક સંતને એક યુવાને પૂછ્યું

    ગુરુદેવ સંન્યાસ એટલે શું?

  •   

    ૧:૩૪ - પંડિતાઈ ડુબાડે સરલતા તારે.

    એક વખત એક પંડિતને ગંગાપાર કરવી હતી. એટલે એક હોડીવાળાને બોલાવીને ગંગાપાર કરવા માટે વિનંતી કરી. હોડીવાળો તૈયાર થયો. એટલે પંડિત હોડીમાં બેસી સામે પાર જવા નીકળ્યા.

  •   

    ૧:૩૭ - "કથા"

    એક વખત ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું કે બાજુના ગામમાં હેલી નામનો ખેડૂત રહે છે. તેને જઈને ઉપદેશ આપી આવો. તેનો સમય (કાળ) પાકી ગયો છે તારો એ ઉપદેશ સાંભળી ધર્મમાં વળી જશે અને દીક્ષા લેવા તૈયાર થઈ જશે.

  •   

    ૧:૩૯ - "સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી"

    એક વખત એક ગામમાં એક માણસ બળજબરીથી બળદને ગળે રસ્સી બાંધી ખેંચી રહ્યો હતો, એ વખતે ત્યાંથી એક ફકીર નીકળ્યો.

  •   

    ૧:૪૩ - "મા એ મા"

    એક વખત એક યુવાન દંપતી જૂહુના દરિયાકિનારે ફરવા ગયેલ. રવિવારનો દિવસ અને દરિયાકિનારે ખૂબ જ ભીડ. આ ભીડની અંદર આ દંપતીનો ત્રણ-ચાર વર્ષનો પુત્ર સાથે સાથે ચાલતાં અલગ થઈ ગયો. જયારે દંપતીએ પુત્રને જોયો નહિ ત્યારે બન્ને એકદમ હેબતાઈ ગયાં

  •   

    ૧:૪૫ - “ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા”

    સત્તા, સંપત્તિ અને જ્ઞાન ત્રણે અહંકારની માતા છે. આ ત્રણેય અહંકારને જન્મ આપે છે. આ ત્રણેય ઉપર વિજય જે મેળવે છે એ સાધુમાંથી સંત બને છે. સંત બનવું એ એક મોટી પ્રક્રિયા છે

  •   

    ૧:૪૮ - તપ-મહિમા

    જયારે આપણે કોઈપણ તપ કરીએ છીએ ત્યારે “તપ” પહેલાં ફાયદા શું થાય છે? એ પહેલા જોઈએ છીએ. ધારો કે કોઈ સંત આપણને કહે કે તપથી કોઈ ફાયદો થતો નથી પણ શરીર માટે તપ સારું તો આપણે કેટલાં તપ કરીએ? ના તો આપણે તપમાં રસ ન લઈએ. ફળ પહેલાં નક્કી હોય તો જ આપણે એમાં ઇચ્છા કરીએ. આ આપણી મનોદશા છે.

  •   

    ૧:૫૩ - “ન સમજાય એવું માણસનું મન”

    એક વખત એક નગરના રાજાને વિચાર આવ્યો કે મારી પ્રજાનું હું કેટલું બધું ધ્યાન રાખું છું અને પ્રજા પણ મારાથી બહુ ખુશ છે. જયારે જયારે હું નગરમાં નીકળું છું ત્યારે ખમા-ખમા, વાહ વાહ આવા ઉદ્ગાર કાઢી મારું બહુ માન કરે છે. રાજાએ આ વાત મંત્રીને કરી કે લોકોમાં મારી કેટલી નામના છે. લોકો મને બહુ ચાહે છે.

  •   

    ૧:૫૭ - નકલને અક્કલ નહીં

    જે વ્યક્તિ નકલ કરે છે એને અક્કલ ચલાવવાની હોતી નથી, બીજાની બુદ્ધિ પ્રમાણે પોતે પણ બુદ્ધિશાળી છે. એમ બતાવવા કોશિશ કરે છે. પણ આવી નકલ ઝાઝો સમય ચાલતી નથી.

  •   

    ૧:૫૮ - “જન્મજયંતિ” “પુષ્યજયંતિ” “દીક્ષાજયંતિ”

    આપણે દરેક ધર્મમાં તેમના ધર્મગુરુની પુણ્યતિથિ જન્મજયંતિ વગેરે ઉજવીએ છીએ. ઘણા લોકોને હવે એ ગમતું નથી. ઘણા વિચારે છે કે આ આરંભ-સમારંભ છે. ઘણા વિચારે છે કે જરૂરી છે. આમ બધા લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરે છે પણ ખરેખર નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમજપૂર્વક જો કોઈ કામ થતું હોય તો એનો આશય શુભ જ હોય છે. આજે આપણે બુદ્ધજયંતિ, મહાવીર જયંતિ, ગાંધીજયંતિ વગેરે ઉજવીએ છીએ. એ પાછળનું કારણ કે સમય જતાં આપણે આવા મહાન આત્માને ભૂલી ન જઈએ અને આવું બધું નહીં કરીએ તો તેઓને ભૂલી જતા વાર નહીં લાગે, કારણ કે માણસનું મન સમય જતાં બધું જ ભૂલી જાય છે. આપણે ઘેર યુવાનનું મૃત્યુ થયું હોય તો એ પણ ભૂલી જઈએ છીએ, તો ગુરુભગવંતને ભૂલી જતાં શું વાર લાગે?

  •   

    ૧:૬૦ - “એક શબ્દ જિંદગીનો રાહ બદલી નાખે છે”

    એક વખત એક અમેરિકન કરોડપતિ રસ્તે જતો હતો. ત્યાં તેણે એક ચિત્રકારને પગ ઉપર પગ ચડાવીને બેઠો જોયો. ચિત્ર અધૂરું પડ્યું હતું અને ચિત્રકાર પગ ઉપર પગ ચડાવીને લાંબો થઈને આરામથી બેઠો હતો. કરોડપતિએ જોયું કે ચિત્ર અધૂરું છે પણ બહુ જ મધૂરું છે. જો એ પૂર્ણ થઈ જાય તો કેટલું કિંમતી થઈ જાય. એને વિચાર આવ્યો કે આ ચિત્રકાર આ ચિત્ર પૂરું કરે તો કમ સે કમ ૫૦ હજાર રૂપિયામાં વેચાઈ જાય

  •   

    આભાર

    પત્થરને ઘડવા માટે જેમ એક શિલ્પી જોઈએ તેમ ડૉ. યશવંતભાઈ ત્રિવેદી મારા માટે શિલ્પકાર છે. આજે જ્યારે આ પુસ્તક તૈયાર થયેલ છે એમાં ડૉ. યશવંતભાઈનો સિંહફાળો છે. કદાચ જો ડૉ. યશવંતભાઈ મને મળ્યા ન હોત તો આજે આ પુસ્તક થયું જ ન હોત. તેમનો નિખાલસ સ્વભાવ, સૌમ્ય ચહેરો, સાહિત્યપ્રેમ અને બીજા માટે કંઈક કરી છૂટવું – એવું જેનું જીવન–જાણે આપણને એક નવું જીવન આપતા હોય એવું લાગે. જે જે લોકો એકવાર એમના સંપર્કમાં આવે છે. તેઓ તેમને ભૂલી શકતા નથી. તેમનાં પત્ની પ્રા. જ્યોત્સના બહેનને જુઓ એટલે લાગે કે રામ-સીતાની જોડી. વિશેષમાં ડૉ. યશવંતભાઈને એટલા સાહિત્ય જગતના એવોર્ડ મળેલ છે કે જો યાદી આપું તો બે પાનામાં પણ એ પૂરી ન થાય. ખૂબ ખૂબ આભાર.

     

     

     

  •   

    ૧:૦૧ - ઇન્દ્રિયનાં સુખ, અંતે દીએ છે દુઃખ.

    ૧.      કાન-શ્રવણ ઇન્દ્રિય :

    હરણને સંગીતનું આકર્ષણ હોય છે. એટલે શિકારી સંગીતથી હરણને આકર્ષિત કરે છે અને અંતે શિકારીની જાળમાં હરણ ફસાઈ જાય છે.

  •   

    ૨:૦૨ - એક જ ડિક્‌શનરીના શબ્દો

    ઘણી વાર આપણે કોઇ કવિની કવિતા વાંચતા હોઇએ કે કોઇ લેખકનો લેખ કે બુક કે કોઇ શાયરની શાયરી વાંચતા હોઇએ ત્યારે જરૂર લાગે કે આ ક્યાંક વાંચેલ છે, સાંભળેલ છે, પણ આમ જુઓ તો દરેક સાહિત્ય એક જ ડિક્‌શનરીના શબ્દોથી વિશેષ કંઇ નથી. એવી કઇ કવિતા છે કે જેના શબ્દો ડિક્‌શનરીમાં ન હોય. એવા ક્યા લેખ કે શાયરી કે બુક છે જેના શબ્દો ડિક્‌શનરીમાં ન હોય. હોય જ. ફરક એટલો છે કે દરેક કવિ, લેખક કે શાયર પોતપોતાની સૂઝબૂજ પ્રમાણે શબ્દોને ગોઠવે છે, પોતાની બુદ્ધિથી વાક્યને ગોઠવે છે, પોતાના વિચારોથી શણગારે છે. જેને આવું ગોઠવતા આવડી જાય એ મોટો લેખક કે કવિ અને જેને બરાબર ન આવડે તે નાનો.

  •   

    ૨:૩૦ - સત્ય બાતાવનાર હોય તો સત્ય જાણનાર મળી રહે છે

    બુદ્ધના એક શિષ્યે બુદ્ધને પૂછ્યું કે, તમને જ્ઞાન થયાને
    આઠ-દશ દિવસ થયા, પણ તમે મૌન કેમ છો?
    બુદ્ધ જવાબ આપે છેઃ જેને જાણવું છે એ જાણી લેશે
    અને જેને નથી જાણવું એને લાખ ઉપાય કરીશ તોપણ
    નહીં જાણે.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC