આ ગુલઝાર છે, અહીં ક્યાંક ગુલાબનાં ફૂલ છે, તો ક્યાંક જૂઇનાં ફૂલ છે, તો વળી ક્યાંક ચમેલીનાં તો વળી ક્યાંક કમળનાં ફૂલો પણ દેખાય છે. અહીં ક્યાંક મારા વિચારો છે તો ક્યાંક તમારા વિચારો પણ છે અને ક્યાંક બધાના વિચારો મેળવીને આ ‘‘બાગ’’ મેં સજાવ્યો છે. દરેકને અલગઅલગ ખુશ્બો ગમે છે, આ સમજી અલગઅલગ શબ્દોને અલગઅલગ રીતે શણગાર્યા છે. ક્યાંક શબ્દોને કાવ્યમાં, તો ક્યાંક કથારૂપે, તો ક્યાંક શાયરીમાં તો વળી ક્યાંક લેખમાં સજાવ્યા છે. હું ખુશ થઇશ જો આ ખુશ્બો તમારા આત્માને સ્પર્શે અને ચહેરા પર એક મુશ્કુરાહટ આવે એ જ જોવાની મારી અભિલાષા છે....