એટલા નરમ ન બનો કે લોકો તમને ખાઇ જાય
એટલા ગરમ ન બનો કે લોકો તમને સ્પર્શી પણ ન શકે
એટલા સરળ ન બનો કે લોકો તમને છેતરી જાય
એટલા કડવા ન બનો કે લોકો તમને થૂંકી નાખે
એટલા મીઠા ન બનો કે લોકો તમને ચૂસી જાય
એટલા અતડા ન બનો કે લોકો તમને મળતા અચકાય
એટલા છીછરા ન બનો કે લોકો તમને ગણકારે પણ નહીં
એટલા ગંભીર ન બનો કે લોકો તમને જોઇને કંટાળી જાય
એટલા વ્યસ્ત ન બનો કે તમે તમારા આત્માને ભૂલી જાવ
નહીં લેની નહીં દેની ઐસી જિંદગાની
લોગ કહતે હૈ ઉસે અમીરીકી ફકીરી
સરોવર, તરુવર, સંતજનો ને ચોથો મેહ
પરોપકારને કારણે આ ચારેએ ધર્યો દેહ
ચાહ ગઇ ચિંતા ગઇ મનવા હુઆ બેપરવાહ
જીસે કુછ ન ચાહીએ વો શહેનશા કા શહેનશાહ
પ્રસંગ પાંડવ તણો કહેવો મારે આજ
શા માટે માનવ કરે આટલાં મોટાં પાપ
યુદ્ધમાં જીતેલ રાજને છોડી ચાલ્યા ધનુરધર આજ
સોંપી બધું પૌત્ર પરીક્ષિતને પકડી વગડા કેરી વાટ
જતા જોઇ પાંડવોને વાટે ઊભી ધરતી પૂછે આજ
જવાબ તારો જોઇએ અર્જુન ક્યાં છે ધનુષ્ય તારું કોને કાજ