૨: ૮૮ - ગુરુ વગર જ્ઞાન નહીં

આ સદીના મહાન તત્ત્વચિંતક જે. કૃષ્ણમૂર્તિ હંમેશાં
કહેતા હતા કે, તમારે કોઇ ગુરુની જરૂર નથી. તમારે પોતે
પોતાના ગુરુ થવાનું છે. આ વાત કદાચ થોડી મહાન
વ્યક્તિને લાગુ પડી શકે, પણ દરેકને આ લાગુ પાડી ન
શકાય. જાતે રસ્તો મળવો મુશ્કેલ છે. જે રસ્તે આપણે
યાત્રા નથી કરી એ રસ્તે આપણે જવાની કોશિશ કરીએ
તો ભટકી જવાની મોટી સંભાવના છે. રાહ ચીંધનાર તો
આપણને જોઇશે જ. છલાંગ આપણે લગાડવાની છે. ગુરુ
તો આંગૂલીનિર્દેશક બને છે. ચાલવાનું આપણે છે અને
ગુરુના નિર્દેશનથી શિષ્યોની ઘણીબધી વિટંબણા દૂર થઇ
જાય છે.
માણસ પાસે એક છે શરીર અને બીજું છે મન અને
બન્ને સ્થૂળ છે અને આ સૂક્ષ્મને ગ્રહણ કરવા સક્ષમ નથી.
સૂક્ષ્મને ગ્રહણ કરવા માટે તાલમેલ મેળવવો પડે છે. વીણા
તૈયાર હોય પણ સંગીતના સૂર બરાબર કાઢવા માટે તારને
થોડા ખેંચવા પડે, ક્યાંક ઢીલા કરવા પડે અને આ બધું
એક સંગીતકાર જ જાણે છે. બીજા કરવા જાય તો કાં તો
તાર તૂટી જાય અગર તો સંગીત બેસૂરું નીકળે. તારનો
તાલમેલ જેમ એક સંગીતતજજ્ઞ ગોઠવી શકે તેમ આપણા
મનનો તાલમેલ એક ગુરુ જ ગોઠવી શકે. જ્યારે આ
તાલમેલ ગોઠવાઇ જાય ત્યારે જ આપણી ઇશ્વર સુધી
પહોંચવાની યાત્રા પૂરી થાય છે. નહીં તો આ અધૂરી યાત્રા
જનમો સુધી પૂર્ણ થતી નથી.
ધારો કે આપણો રેડિયો બગડી ગયો હોય તો તેનો
મતલબ એ નથી કે એનો કોઇ પાર્ટ નીકળી ગયો છે કે
ખોટી જગ્યાએ તાર લાગી ગયો છે, પણ ખરેખર તો
પાર્ટમાં કંઇક વચ્ચે કચરો ભરાઇ ગયેલ હોય કે પછી તાર
ઢીલો થઇ ગયો હોય. આથી રેડિયો રિપૅરિંગ કરવાવાળા
તાર વ્યવસ્થિત કરી આપે તો એ રેડિયો સંદેશ પકડી શકે
છે.
બસ આ જ રીતે ગુરુ શિષ્યોના તૂટેલા તાર સાંધી આપે
છે. રસ્તો સીધો થઇ જાય છે. સાધક માટે પણ પુરુષાર્થ
સાધકે જ કરવો પડે છે. ઘણા લોકો ગુરુની સહાય વગર
આગળ નીકળવા કોશિશ કર છે, પણ મંજિલ સુધી
પહોંચી શકતા નથી. વચ્ચે ક્યાંક ને ક્યાંક અથડાઇ જાય
છે, કારણકે જ્યારેજ્યારે સાધકને જરૂર હતી ત્યારે રાહ
બતાવનાર કોઇ ન હતું અને આવે વખતે સાધક
ગલીગૂંચીમાં ફસાઇ જાય છે અને આથી સાધકની સાધના
અસ્તવ્યસ્ત થઇ જાય છે.
કોઇક વખત તો માણસને પાગલ પણ બનાવી દે છે.
બસ, ગુરુ તો સાધક પાગલપનમાં ન ઊતરી જાય તેનું
બરાબર ધ્યાન રાખે છે.
હિંદુ ધર્મમાં પતંજલિની પ્રદ્ધતિ એક દૃષ્ટિએ પૂરી પદ્ધતિ
છે. તમે જ્યારે હૃદયના ઊંડાણમાં એટલે કે આધ્યાત્મિકતામાં
ઊતરો એ પહેલાં એક સુવ્યવસ્થાની જરૂર પડે છે, જેથી
કોઇ દુર્ઘટના ન બને. હવે આ બધું આપણે જાતે જ
કરવા જઇએ તો જોખમ ભરેલું છે, માટે જ ગુરુની જરૂર
છે.
આપણામાંના ઘણાને ખબર હશે કે પહેલાં લોલકવાળી
દીવાલની ઘડિયાળ આવતી. આ લોલક જ્યારે ઊભું રહી
જતું ત્યારે ઘડિયાળં બંધ પડતી, પણ આપણે લોલકને

બે-ચાર વાર હલાવતા ફરી ઘડિયાળ ચાલુ થઇ જતી, પણ
આનો અર્થ એમ ન થાય કે આપણે કોઇ મોટા મૅકેનિક
છીએ. આ જાતની સમજણ જેમ ખોટી છે, કારણકે
ઘડિયાળનું ચાલુ થવું એક સંયોગિક હતું. ક્યાંક કચરો
ભરાણો હોય અને એક-બે વખત જોરથી લોલકને હલાવતા
કચરો નીકળી જાય અને ઘડિયાળ ચાલુ થઇ જાય, પણ
ક્યારે બંધ પડે એ કહી ન શકાય અને છેલ્લે એક દિવસ
મેકેનિક પાસે જવું પડે છે.
બસ આ જ રીતે આપણે પણ જીવનના સત્યને
જાણવા માટે ગુરુ પાસે જવું પડે અને આપણે જેને ગુરુ
માનીએ એણે પણ પહેલાં કોઇ ગુરુ પાસે મદદ લીધી હોય
છે. આમ ‘‘ગુરુ વગર જ્ઞાન નહિ’’ એ કહેવત એટલે જ
પડી હશે.