૨ : ૮૫ - કાવ્ય

હું તો ચમકું છું નાના કોડિયાની જેમ,
નથી બનવું મારે સૂરજની રોશની જેમ.
હું તો સમજું છું ઝૂંપડું છે સ્થાન મારું,
નથી રહેવા જવાનું મહેલમાં સપનું મારું.
ડર લાગ્યા કરે બહુ મોટા થવા મહીં,
ભૂલો ન પડી જાઉ ક્યાંક હું મારા મહીં.
સંતોષ છે મને મારી જ જ્યોત મહીં,
ભલે સૂરજ ફેલાવે પ્રકાશ જગ મહીં.
સૂરજ બનવાના ખોટા ખ્વાબમાં ભલા,
ઘણા ભૂલી ગયા પોતાની તાકાત ભલા.
નાનામાંથી મથતો બનવા મોટો ને મોટો,
આખિર થાકીને રહી જાય છે નાનો ને નાનો.
ગણી ‘‘નાના’’ ને ગુણ સમજી પોતાનો,
બની જાય છે એ પ્રિય જગમાં બધાનો.