૨ : ૬૦ - મેં મારું કામ કરી લીધું છે

હરખઘેલી હવા અને ખળખળ વહેતાં ઝરણાં
નાચતી-કૂદતી નદી અને ઘડિયાળ કેરા કાંટા
ન જાણે કેટકેટલા સંદેશ આપે છે સમયના
વહેણ ક્ષણેક્ષણે વહેતાં જ રહે છે, નથી કોઇની
રાહ જોતું કે નથી કોઇની એ વિનંતીને માન
આપી અટકી જતું. એ તો સતત વહેતાં જ
રહે છે, વહેતાં જ રહે છે. આવો આ સમય
મનુષ્યના જીવનમાંથી ક્યારે સરકી જાય છે
એ માનવી જાણતો નથી અને એક દિવસ
મૃત્યુના મુખમાં હોમાઇ જાય છે. જુઓ તો
ખરા, આ પહેલાં એ કેટકેટલાં સપનાં જોતો
હોય છે? છેલ્લેછેલ્લે યાદ આવે, પણ હવે
કરે શું? ‘‘સમયે એની પાસે સમય નહોતો,
સમય મળ્યો ત્યારે સમય બચ્ચો નહોતો.’’
બસ આ જ આપણી દશા કહો કે દુર્દશા જે
કહી તે છે. જે માનવી યોગ્ય સમયે સંસારના
મોહમાંથી મુક્ત થઇ, પ્રભુ પાસે પ્રાર્થના કરે કે,
હે પ્રભુ! હું તારી કૃપા ચાહું છું, આપવું ન આપવું
તારી ખુશીની વાત છે. મેં મારું કામ કરી લીધું.
મહેનતાણું આપવું ન આપવું તારી ઇચ્છાની
વાત છે.
બસ આજ આટલું!