હું જીવનને ખુલ્લી કિતાબ માની જીવું છું
આજ એને મારા સુંદર પ્રસંગોથી મઢું છું
બસ દુઃખ એટલું જ છે કે કોઇ વાંચતું નથી
ભલે વાંચે નહિ, ખોલવાની મહેનત કરતું નથી
નથી દેખાતુુંં એ સૌંદર્ય કુદરતે વેરેલું જગ મહીં
જગત આખું અમાપ કલાથી ભરેલું છે અહીં
ખોલો પટ્ટીઓ આંખ પરથી વર્ષોથી બાંધેલ છે
બની નગ્ન મનથી, છોડો ગાંઠો જેટલી બાંધેલ છે
ગયા અહીંથી કે સંસાર બધો ભુલાઇ જશે
જીવન જીવવાની આશાઓ અધૂરી રહી જશે
કરો કોશિશ પોતે, બીજાની બાજી રમો નહિ ભલા
પોતાનાં જ પત્તાંથી રમો, રમતા શીખી જશો ભલા
ભલે થાય હાર, હારમાં પણ જીત તમારી હશે
આ જ કુદરતનો તકાજો છે, હારને જીતમાં પલટી જશો