૨ : ૫૦ - મેરવણ

તીર્થંકરના અમૃત વચન એટલે આગમવાણી. આ વચનો
શ્રાવક માટે મેરવણનું કામ કરે છે. મોક્ષમાર્ગ માટે આ
મેરવણની બહુ જરૂર છે. જેમ દૂધથી ભરેલ તપેલામાં એક
ચમચી મેરવણ આખા તપેલાના દૂધને દહીંમાં બદલી શકે
છે તેમ આગમના શબ્દો આપણા સંસારી જીવોને સંસારના
મોહરૂપી તપેલામાં રહેલ કષાયોને થોડી વાર શાંત કરવામાં
સહાયરૂપ થાય છે. જેમ દહીંને વલોવવામાં આવે તો
માખણ નીકળે તેમ આપણા કષોયાને વલોવતાવલોવતા
સત્યરૂપી ધર્મ પ્રાપ્ત થાય અને આ ધર્મને તપ અને સંયમ
દ્વારા તપાવવામાં આવે તો જેમ માખણમાંથી ઘી થાય
તેમ આપણને સત્યરૂપી ધર્મમાંથી મોક્ષમાર્ગ મોકળો થાય.
બસ! યાત્રા આપણા જીવનમાં આવી જાય તો મહાવીરે
બતાવેલ માર્ગ-મોક્ષમાર્ગ બની જતા વાર ન લાગે.
દરેકના જીવનમાં આવી યાત્રા શરૂ થાય એ જ અભ્યર્થના
સાથે...